મકસુદ કારીગર.ખેડા-કઠલાલ
ગુજરાત સર્કલ ટપાલ વિભાગ દ્વારા જીડીએસ (ગ્રામીણ ડાક સેવક) ની ૨૦૧૭ ખાલી જગ્યાઓ પર પસંદગી માટે લાયક અરજદારો પાસે થી તારીખ ૨૭.૦૧.૨૦૨૩ થી ૧૬.૦૨.૨૦૨૩ દરમ્યાન ઓનલાઈન અરજીઓ માંગવામાં આવે છે
ઉમેદવારની વય મર્યાદા તારીખ ૧૬.૦૨.૨૦૨૩ ના રોજ ઉંમર 18 થી 40 ની વચ્ચે હોવી જોઈએ. અનામત શ્રેણીના ઉમેદવારોમાં OBC માટે ૩ વર્ષની અને SC/ST માટે 5 વર્ષની અને સંબંધિત કેટેગરી પર શારીરિક વિકલાંગતા માટે ૧૦ વર્ષની છૂટછાટ રાખેલ છે.
આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત સંબંધિત રાજય કેન્દ્ર સરકાર દ્વારા મંજુર બોર્ડ દ્વારા ગુજરાતી, અંગ્રેજી, ગણિત વિષયો સાથે એસ.એસ.સી/ ધોરણ ૧૦ પાસ રહેશે. પસંદગી માત્ર એસ.એસ.સી. /ધોરણ ૧૦માં મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે.
અરજી કરતા પહેલા વધુ માહિતી જેવી કે જોબ પ્રોફાઈલ, યોગ્યતા માપદંડ, નિયમો અને શરતો, ખાલી જગ્યાઓ, અરજી કરવાની પધ્ધતિ, પસંદગીનું માપદંડ, સૂચનો વગેરે માટે www.indiapostgdsonline.gov.in પર ઉપલબ્ધ Notification વાંચવા સુપ્રિટેન્ડેન્ટ ઓફપોસ્ટ ઓફિસ, ખેડા ડિવિઝન, નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ઉમેદવારે અરજીની પ્રક્રિયા ૨ થી ૩ તબક્કામાં કરવાની છે. જેમાં (અ) રજીસ્ટ્રેશન (બ) ફી (લાગુ પડતું હોય તો) અને (ક) એપ્લીકેશન કરવાની રહેશે. પ્રશ્નો તથા તકલીફોના નિરાકરણ માટે FAQ વાંચવા જણાવવામાં આવ્યું છે.
ફક્ત www.indiapostgdsonline.gov.in પર સબમિટ કરેલી ઓનલાઈન અરજીઓ જ માન્ય ગણવામાં આવશે. અરજી કરનાર ઉમેદવાર કોઈ પણ એક ડીવીઝનમાં એક કે એક કરતા વધારે જગ્યા માટે અરજી કરી શકશે.ઓનલાઈન અરજી શરુ કરતા પહેલા જ ઉપર જણાવેલ વેબસાઈટ પર ઉપલબ્ધ Notification અને FAQ વાંચવા સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ ખેડા ડીવીઝન, નડીયાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
