Gujarat

જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સખી મંડળની મુલાકાત લેવામાં આવી

સ્વ-સહાય જુથો કેવી રીતે વધારે આવક મેળવી શકે તે અંગે ડીડીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું
******
NRLM યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ કુટુંબોના જુથોને સંગઠીત કરી તેમને બચત તથા આંતરીક ધીરાણ સાથે બેંક ધિરાણમાં જોડી તેમનું આર્થિક ઉપાર્જન કરવાનું કામ આ યોજના હેઠળ કરવામાં આવે છે. વધુમાં ગ્રામિણ બહેનો સ્વ-સહાય જુથના માધ્યમથી પોતાની જરૂરીયતોને ઓળખે, વિકાસ માટેનું આયોજન કરે તેવી પ્રવુતીઓની દેખરેખ પણ ગ્રામીણ બહેનો દ્વારા જાતે જ કરે તેવું આયોજન પણ આ યોજના દ્વારા કરવામાં આવે છે.
ખેડા  જીલ્લામાં NRLM યોજનામાં હાલ કાર્યરત સખી મંડળો પૈકી નડિયાદ તાલુકાના કમળા ગામના શીવ સખી મંડળ તથા કઠલાલ તાલુકાના પીઠાઇ ગામના સંતરામ સખી મંડળને પ્રોત્સાહન આપવા તા. ૦૨/૦૬/૨૦૨૩ ના રોજ જીલ્લા વિકાસ અધિકારી શ્રી શિવાની ગોયલ અગ્રવાલ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. શીવ સખી મંડળ, નડીયાદ દ્વારા કિચન મસાલા બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, તથા આ મસાલાનું સખી મંડળની બહેનો દ્વારા સમગ્ર ગુજરાતમાં જરૂરીયાત તેમજ ઓર્ડર અનુસાર મસાલાનું વેચાણ કરવામાં આવે છે. તથા પીઠાઇ ગામના સંતરામ સખી મંડળ દ્વારા રાખડી અને પતંગો બનાવવાની કામગીરી ખુબ સારી રીતે કરવામાં આવે છે. તથા આખા વર્ષ દરમિયાન મંડળની બહેનો દ્વારા પતંગ બનાવી અમદાવાદ, સુરત, વડોદરા તેમજ સ્થાનિક વેપારીઓને ઓર્ડર મુજબ રાખડી અને પતંગો જથ્થાબંધ મોકલી આપવામાં આવે છે.
શીવ સખી મંડળને વર્ષ ૨૦૨૧માં યોજાયેલ સરસ મેળા અમદાવાદમાં બેસ્ટ પ્રોડકટ એવોર્ડ મળ્યો હતો. તેમજ અમદાવાદ, સુરતના સરસ મેળા અને સરસ હરીયાણા આજીવિકા મેળામાં શિવ સખી મંડળની બહેનોએ ભાગ લઈ સારૂ  વેચાણ કર્યું હતું. તથા ૮ માર્ચ, ૨૦૨૨ ના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિતે માન કેન્દ્રિય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણશ્રીના વરદ હસ્તે પ્રશસ્તિ પત્ર પણ મેળવેલ છે.
જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદીત કરેલ કિચન મસાલાની ખરીદી કરી બહેનોને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવ્યું હતું. તેમજ અન્ય લોકો પણ આ બહેનોના મસાલા ખરીદીને ઉપયોગ કરે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ.
NRLM યોજના થકી બન્ને સખી મંડળોને આ કામગીરી શરૂ કરવા માટે રીવોલ્વીંગ ફંડ, બેંકો મારફતેથી ધિરાણ તેમજ આ જુથોને ગ્રામ સંગઠનોમાં જોડી કોમ્યુનીટી ઇન્વેસ્ટમેંટ ફંડની સહાય પણ આપવામાં આવી છે. જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા તા. ૦૨/૦૬/૨૦૨૩ ના રોજ લેવામાં આવેલ મુલાકાત દરમિયાન આ બન્ને જુથોની કામગીરી બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તથા આ બન્ને જુથોને કઈ રીતે કામગીરી કરવાથી વધારે આવક મેળવી શકાય તે અંગે જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ. તેમજ જીલ્લા લાઇવલીહુડ મેનેજરને સખી મંડળ દ્વારા ઉત્પાદિત કરેલ ચીજ વસ્તુઓને સ્થાનિક નાની મોટી દુકાનોમાં ઉલધ્ધ કરાવા તેમજ માર્કેટિંગ મજબુત બનાવવા સુચના આપવામાં આવી. આ બન્ને જુથોને ભવિષ્યમાં પણ તાલુકા તથા જીલ્લા કક્ષાએથી જે પણ જરૂરીયાત રહેશે તે અંગે પુરો સ્પોર્ટ કરવામાં આવશે. તે અંગેની બાહેધરી પણ આપવામાં આવી.J

IMG-20230604-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *