માળીયાહાટીના તાલુકાના શાંતિપુરા ગામે રહેતા જેઠાભાઇ જોટવા નારિયેળની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ સહિતના આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર દીપક રાઠોડ તથા ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. અને ખેડૂત જેઠાભાઇએ અપનાવેલ પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામો જેવા કે, જીવામૃત, ઘનજીવા મૃત, અગ્નિઅસ્ત્ર જેવા ઘટકો ખેડૂત દ્વારા ખેતર પર બનાવવામાં આવ્યા છે. જેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
તેમજ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખે જણાવ્યું કે, જિલ્લામાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક અભિયાનમાં જોડાઈ જેથી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે શકે છે.


