Gujarat

જુગાર અને પ્રોહીબીશનની સ્પેશિયલ ડ્રાંઇવમાં વરલી મટકા રમાડતા 2 ઈસમને ઝડપી પાડતી પોલિસ.

(ધ્રાંગધ્રા રેલવેસ્ટેશન વિસ્તારમાં સર જાહેર લખતા હતા વરલીનો જુગાર)
ધ્રાંગધ્રા : (હિતેશ રાજપરા)
ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષકની ખાસ સૂચના થી ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા અવાર નવાર પ્રોહીબીશન અને જુગારનાં ગુન્હા માટે ખાસ ડ્રાંઇવ યોજી પેટ્રોલિંગ ગોઠવવામાં આવતું હોય છે જેમાં ધ્રાંગધ્રા સીટી પીઆઇ જે એસ ઝાંબરે ને ખાનગી રહે મળેલી બાતમી આધારે ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા રેલવેસ્ટેશન વિસ્તારમાં રેડ કરતા સર જાહેરમાં વરલી લખતા ફિરોજ અકબરખાન પઠાણ અને રસુલ ઉર્ફે બાડિયો અહેમદ દીવાન નામના 2 શખશો ને રોકડા 10,350 રૂપિયા અને 2 મોબાઈલ કિંમત 3 હજાર રૂપિયા મળીને કુલ 13,350 રૂપિયાના મુદ્દામાલ અને વરલી નાં સાહિત્ય સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Screenshot_2023-04-01-20-38-32-18-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *