Gujarat

જુનાગઢમાં ગાડી પર પોલીસનું બોર્ડ લગાવી રૌફ જમાવતા શખ્સ સામે પોલીસ ફરિયાદ

જુનાગઢ
ગાડી પર પોલીસનું બોર્ડ લગાવી દાદાગીરી કરતાં લોકોનો રાફડો ફાટ્યો છે. આવી જ ઘટના જૂનાગઢમાં પણ સામે આવી છે. જ્યાં પોલીસનું બોર્ડ લગાવી રૌફ જમાવતા શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. મેંદરડા વિસ્તારમાં બે કાર સામસામે આવી જતાં માથાકૂટ થઈ હતી. પોલીસનું બોર્ડ લખેલી કારના ચાલકે ઉતરીને અન્ય કાર ચાલક સાથે બોલાચાલી પણ કરી. સમગ્રઘટના દરમ્યાન જે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે રસ્તા વચ્ચે અકસ્માત થવાની શક્યતા હતી. જાે કે, કારચાલકે કાર સાઈડ પર ન લેતા બબાલ થઈ. આ ઘટના બાદ પોલીસ લખેલી કારના ચાલકે અન્ય કારચાલકને હેરાન પણ કર્યો. તેનો પીછો કર્યો હતો. જે બાદ કાર આગળની બાજુ લઈને જગ્યા પણ આપી નહીં. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. અને પોલીસનું બોર્ડ લખેલી કારની નંબર પ્લેટને આધારે તપાસ હાથ ધરી છે. સવાલ એ થાય છે કે, શું ખરેખર કારમાં કોઈ પોલીસ કર્મચારી હતો કે, પછી પોલીસના નામે અન્ય લોકો રૌફ જમાવી રહ્યા છે.?

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *