જૂનાગઢ
જૂનાગઢના ઈવનગર ગામે મહિલાની હત્યા કરવામાં આવી છે. મહિલાના ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. અજાણ્યા શખ્સોએ મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. દક્ષાબેન નામના મહિલાની હત્યાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ હતી. જાે કે, મહિલાની હત્યા કેમ કરવામાં આવી તે અંગે કોઈ માહિતી સામે આવી છે. જ્યારે આ હત્યા કરવામાં આવી ત્યારે મહિલા ઘરમાં એકલી હોવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલાનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
