જૂનાગઢના કિરીટભાઈ રૂપારેલીયા પોતે બંને પગે દિવ્યાંગ હોય અને તેમના રૂપિયા ૪૩ હજાર નો ખોવાઈ ગયેલ થેલો જુનાગઢ પોલીસે શોધીને રોકડ રકમ અરજદારને પરત અપાવી
જુનાગઢ ના દિવ્યાંગ વ્યક્તિના ૪૩,૦૦૦/- રોકડ રૂપીયા સાથેનો થેલો ખોવાતા, નેત્રમ શાખા તથા જુનાગઢ તાલુકા પો.સ્ટે. દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી શોધી પરત આપેલ._*
💫 _કીરીટભાઇ નાથાભાઇ રૂપારેલીયા જૂનાગઢના ખામધ્રોળ રોડ ઉપર કોલ્ડ્રીંક્સની દુકાન ચલાવી પોતાનુ અને પોતાના પરીવારનુ ગુજરાન ચલાવતા હોય, *પોતે બંને પગે દીવ્યાંગ હોવા છતા હીંમતભેર ધંધો કરી અને પરીવારનુ ગુજરાન ચલાવે છે. તા. ૦૪/૦૬/૨૦૨૩ ના રોજ સવારે ૯.૩૦ વાગ્યે પોતાના ઘરેથી દુકાને જવા નીકળેલ, તેમની સાથે ૧ થેલો હતો કે જેમાં ૪૩,૦૦૦/- રોકડ રૂપીયા અન્ય ઉઘરાણીના બીલો, અન્ય અગત્યના દસ્તાવેજો સહીતનો સામાન હતો. દુકાને પહોંચ્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની એક્ટીવામાં રાખેલ થેલો રસ્તામાં ક્યાંક પડી ગયેલ,* ફરીથી તેઓ તે જ રૂટ ઉપર તપાસ કરતા આ થેલો તેમને મળેલ નહી. તેઓ વ્યથીત થઇ ગયેલ અને આ બાબતની જાણ તેમણે જૂનાગઢ તાલુકાના પી.એસ.આઇ. શ્રી એસ.એ.ગઢવીને કરતા પી.એસ.આઇ. શ્રી એસ.એ.ગઢવી દ્રારા નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકાના પી.એસ.આઇ. એસ.એ.ગઢવી, પોલીસ કોન્સ. પ્રવીણસીંહ મોરી તથા રાજુભાઇ કટારા નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હે.કો. કીરણભાઇ રાઠોડ, પો.કોન્સ. ચેતનભાઇ સોલંકી, શીલ્પાબેન કટારીયા, વીક્રમભાઇ ચાવડા, એન્જીનીયર નીતલબેન મેતા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી *કીરીટભાઇ નાથાભાઇ રૂપારેલીયા જે સ્થળેથી પસાર થયેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા તે થેલો ૧ વાહન ચાલક દ્રારા લીધેલ હોવાનુ ધ્યાને આવેલ,* તે વાહન ચાલકના નંબર GJ 11 SS 0770 શોધેલ. પોલીસ દ્વારા તે વાહન ચાલકનો સંપર્ક કરી અને આકરી ભાષામાં પૂછપરછ કરતા હમીરભાઇ રહેમાનભાઇ આગવાન દ્રારા કબુલાત આપેલ કે તેમને આ થેલો ખામધ્રોળ રોડ ઉપરથી મળેલ પરંતુ આ થેલાના માલીક કોણ છે? તેની જાણ તેમને ન હતી. *નેત્રમ શાખાના અને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટાફ દ્રારા દિવ્યાંગ વ્યક્તિ કિરીટભાઈ રૂપારેલિયાના ૪૩,૦૦૦/- રોકડ રૂપીયા તથા અન્ય ઉઘરાણીના કાગળો સહીતના દસ્તાવેજ સાથેનો થેલો પરત અપાવેલ.*_
મહેશ કથીરિયા




