જૂનાગઢની ક્રેમ્બીજ સોસાયટી મસ્જીદ પાસે રહેતો ૨૧ વર્ષિય રફીકભાઇ રજાકભાઇ સમાને તેમના પિતાએ ઠપકો આપતા તા.૧૧/૦૩/૨૦૨૩ને ૯-૧૫ વાગ્યા આસપાસ ઝાલણસર પુલ પાસેથી ગુમ થયો છે. યુવાનની ઉંચઇ ૫૬ ઇંચ, બાધો મધ્યમ અને રંગ ઘઉવર્ણ છે. આ યુવાનની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તાલુકા પોલીસે જણાવ્યું છે.
