જૂનાગઢના બગડુ ગામમાં રૂા.૪ લાખના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ હાથ ધરવામાં આવશે. વર્ષ ૨૦૨૩-૨૪ના આયોજન હેઠળ ૧૫ ટકા વિવેકાધિન સામાન્ય જોગવાઇ હેઠળ આ કામને આવરી લેવામાં આવ્યું છે.
બગડુ ગામમાં શારદા હોટલ નજીકથી પીવીસી પાઇપની ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવશે. આ વિકાસ કાર્યને જિલ્લા આયોજન મંડળની બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.
