જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ શ્રી નરસિંહ મહેતા સરોવર ડેવલોપમેન્ટ કરવા અર્થે તળાવમાં વિવિધ કામગીરી કરવામાં આવનાર હોઇ, જેમાં તળાવની ફરતે એમ્બેકમેન્ટ વર્ક કરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન જાહરે હિતાર્થે નરસિંહ મહેતા સરોવરની પાસે આવેલ શહિદ સ્મારક ગાર્ડ ખાતેથી લઇ એચ.પી.પેટ્રોલ પંપ સુધીનો રસ્તો એક બાજુથી(વન-વે) જાહેર કરવાની દરખાસ્ત મળતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એલ.બી.બાંભણિયાને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી)થી મળેલ સત્તાની રૂએ શહિદ સ્મારક ગાર્ડનથી એચ.પી.પેટ્રોલ પંપ સુધીનો રસ્તો એકમાર્ગીય કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ રસ્તો એકમાર્ગીય જાહેર કરવામાં આવે છે, શહિદ સ્મારક ગાર્ડન તરફથી એચ.પી.પેટ્રોલ પંપ તરફ જવા પર પ્રતિબંધ રહેશે, એચ.પી.પેટ્રોલપંપ તરફથી શહિદ સ્મારક ગાર્ડન તરફ જઇ શકાશે. તેમજ શહિદ સ્મારક ગાર્ડનથી એચ.પી. પેટ્રોલ પંપ સુધી જવા માટે તળાવ દરવાજા રેલ્વે ફાટક-વૈભવ ચોક-એસ.ટી.સર્કલ-ત્રિમૂર્તી હોસ્પિટલ રસ્તાનો ઉપયોગ કરી શકાશે.
આ જાહેરનામું તાત્કાલીક અસરથી તા.૦૮/૦૩/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧(આંક-૨૨)ની કલમ-૧૩૧માં જણાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.
