ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવતું ગુજરાત પાક્ષિક વાંચકો માટે લોકપ્રિય બની ગયું છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત પાક્ષિક મહત્વનું છે. જૂનાગઢ માહિતી વિભાગના સ્ટાફ દ્વારા શહેરના સરદાર ચોક ખાતે આવેલી સરકારી લાઇબ્રેરીમાં વાંચતા વિદ્યાર્થીઓને ગુજરાત પાક્ષિત વિતરણ કરવામાં આવ્યા હતા.


