Gujarat

જૂનાગઢમાં અનુસુચિત જાતિના કલાકારો માટેની રાજ્યકક્ષાની લોકનૃત્ય તાલીમ શિબિર યોજાઈ

જૂનાગઢમાં અનુસૂચિત જાતિના કલાકારો માટેની રાજ્ય કક્ષાની લોકનૃત્ય તાલીમની શિબિર યોજાઇ હતી.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ સંચાલિત તારીખ ૨૯/૪/૨૦૨૩ થી તા.૮/૫/૨૦૨૩  દરમિયાન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે અનુસૂચિત જાતિના કલાકારો માટે રાજ્યકક્ષા લોકનૃત્ય તાલીમ શિબિર યોજાઈ હતી.

 આ તાલીમમાં ગુજરાત રાજ્યના અલગ અલગ તજજ્ઞ શિબિરાર્થીઓને લોકનૃત્ય વિશે માર્ગદર્શન આપ્યું હતું. સમાપન સમારોહમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા રમતગમત અધિકારી શ્રી ઉપસ્થિત રહી તજજ્ઞો અને શિબિરાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *