Gujarat

જૂનાગઢમાં આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે કર્મચારીઓને તાલીમ અપાઈ

વર્ષાઋતુ-૨૦૨૩ની પૂર્વ તૈયારી અન્વયે કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા તથા નિવાસી અધિક કલેકટર શ્રી પી.જી.પટેલનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કન્ટ્રોલરૂમમાં  અલગ અલગ વિભાગના કર્મચારીને આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભેની તાલીમ અને સમજ આપવામાં આવી હતી. તેમજ કંટ્રોલરૂમ ફરજ દરમ્યાન કેવી રીતે મેસેજ લેવો અને કેવી રીતે મેસેજ અંગે કાર્યવાહી કરવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટના DPO શ્રી કે. એસ.ત્રિવેદી દ્વારા આ તાલીમ આપવામાં આવી હતી. આ તકે નાયબ મામલતદાર શ્રી ડી.આર ખમલ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આમ, હવે અલગ-અલગ વિભાગના કર્મચારીઓ માટે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *