Gujarat

જૂનાગઢમાં રત્નકલાકારો માટે મંદીનું મોજું, હીરા ઉધોગ પર માઠી અસર

સાગર નિર્મળ
જૂનાગઢ.
જુનાગઢનો આંબાવાડી વિસ્તારએ હીરા ઉદ્યોગ માટેનું કેન્દ્ર માનવામાં આવે છે.. પરંતુ ગત જન્માષ્ટમી બાદ અહીં હીરા ઉદ્યોગની ભારે માઠી અસર પડી છે.. રત્ન કલાકારોની સ્થિતિ ભારે કફોડી બની છે.. ગત વર્ષની સરખામણીએ મોટા ભાગના હીરા ઉદ્યોગના યુનિટો બંધ થવાની હાલતમાં જોવા મળી રહ્યા છે.. સામન્ય રોજના 500 થી વધુ  રોજ પ્રતિદિન પ્રાપ્ત કરતા રત્નકલાકારો માટે  હાલ 250 થી 300 નું રોજ પ્રતિદિન પ્રાપ્ત થઈ રહ્યું છે.. એક સમયે જૂનાગઢમાં 300 થી વધુ હીરાના નાના મોટા યુનિટો ધમધમતા હતા જે હાલ 150ની આસપાસ જ ચાલી રહ્યા છે.. મહત્વનું છે કે આર્થિક દ્રષ્ટિકોણથી અન્ય શહેરો ની તુલનામાં જૂનાગઢમાં કોઈ મોટા ઉદ્યોગ નથી..ત્યારે હીરા ઉદ્યોગ અનેક કારીગરો માટે આશીર્વાદરૂપ છે..ત્યારે રત્ન કલાકારો દ્વારા માંગ કરાઇ હતી કે આ દિશામાં સરકાર કોઈ કારીગરોના હિતમાં પગલાં લે અને જૂનાગઢના મરણ પથારીએ પડેલા હીરા ઉદ્યોગને  ફરી જીવંત રાખવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવે.

Screenshot_20230603_181043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *