જૂનાગઢ આર.ટી.ઓ કચેરી દ્વરા મોટર સાયકલમાં GJ11-CM નવી સિરીઝ ખોલવામાં આવનાર છે. જેમાં તા.૧૫ ફેબ્રુઆરીના રજીસ્ટ્રેશન શરૂ કરાશે અને તા.૨૪ ફેબ્રુઆરીના બંધ કરવામાં આવશે. તેમજ ઓક્શન તા.૨૪ જાન્યુઆરી અને તા.૨૬ જાન્યુઆરીએ બંધ થઇ જશે. મોટર સાયકલમાં ૧,૫,૭,૯,૧૧,૯૯,૧૧૧,૩૩૩,૫૫૫,૭૭૭,૭૮૬,૯૯૯,૧૧૧૧,૧૨૩૪,૨૨૨૨,૩૩૩૩,૪૪૪૪,૫૫૫૫,૭૭૭૭,૮૮૮૮,૯૦૦૦,૯૦૦૯,૯૦૯૦,૯૦૯૯,૯૯૦૯,૯૯૯૦,૯૯૯૯ આ ગોલ્ડન નંબરમાં મેળવવા માટે રૂા.૮૦૦૦ ફી ભરી રજીસ્ટેશન કરાવી શકાશે.
તેમજ ૨, ૩, ૪, ૮, ૧૦, ૧૮, ૨૭, ૩૬, ૪૫, ૫૪, ૬૩, ૭૨, ૮૧, ૯૦, ૧૦૦, ૧૨૩, ૨૦૦, ૨૨૨, ૨૩૪, ૩૦૦, ૩૦૩, ૪૦૦, ૪૪૪, ૪૫૬, ૫૦૦, ૫૬૭, ૬૦૦, ૬૭૮, ૭૦૦, ૭૮૯, ૮૦૦, ૮૮૮, ૯૦૦, ૯૦૯, ૧૦૦૦, ૧૦૦૧, ૧૦૦૮, ૧૧૮૮,૧૮૧૮,૧૮૮૧,૨૦૦૦,૨૩૪૫,૨૫૦૦,૨૭૨૭,૨૭૭૨,૩૦૦૦,૩૪૫૬,૩૬૩૬,૪૦૦૦,૪૪૫૫,૪૫૪૫,૪૫૫૪,૪૫૬૭,૫૦૦૦,૫૦૦૫,૫૪૦૦,૫૪૪૫,૫૪૫૪,૬૦૦૦,૬૩૩૬,૬૭૮૯,૭૦૦૦,૭૦૦૭,૭૨૨૭,૭૨૭૨,૮૦૦૦,૮૦૦૮,૮૦૫૫,૮૧૧૮,૮૧૮૧ આ નંબર સિલ્વર માટે છે. આ નંબર મેળવવા માટે રૂા.૩૫૦૦ ફી ભરીને રજીસ્ટેશન કરાવી શકાશે.
પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે https://vahan.parivahan.gov.in/fancy પર નોંધણી યુઝર આઇડી અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરીના પરિપત્રક્રમાંકઃ નં.આઇટી/પસંદગી નંબર/Online auction/૭૪૨૧, તા.૧૨/૦૯/૨૦૧૭ના Appendix-Aની સૂચનાઓ મુજબ હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે. પસંદગી નંબર મેળવવા માટેની અરજી સેલ ઇન્વોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી સાત દિવસની અંદર રજૂ કરવાની રહેશે. આવી અરજી, અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદારશ્રી ચોઇસનો કોઇ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાં અરજદારશ્રીને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં તો અરજી તારીખથી ગણતા ૬૦માં દિવસે એટલે કે છેલ્લા દિવસે રજીસ્ટ્રીંગ ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહીં.
અરજદારશ્રીએ હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પ દિવસમાં બિડ એમાઉન્ટના નાણા જમા કરાવવાના રહેશે. અરજદારશ્રી જો નિયત સમયમર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.
ઓનલાઇન ઓક્શન દરમિયાન અરજદારશ્રીએ આરબીઆઇ દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારશ્રીએ રીફંડ માટે હાલની મેન્યુઅલ પધ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી Net Banking. Credit/Debit Card થી ચૂકવણું કર્યું હોય તે જ Mode થી નાણા અરજદારશ્રીના તે જ ખાતામાં SBI – EPay દ્વારા પરત કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.
