જૂનાગઢ કૃષિયુનિવર્સિટી, જૂનાગઢ ખાતેના કૃષિ અર્થશાસ્ત્ર વિભાગમાં ના હેપ આઈ.ડી.પી. યોજના અંતર્ગત કોમોડીટી ટ્રેડીંગ અંગેનો તાલીમ કાર્યક્રમ કુલપતિશ્રી ડો.વી.પીચોવટીયાનામાર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે કૃષિકૃષિ અર્થશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને વડાશ્રી ડો.વી.ડી.તારપરાએ શાબ્દીક સ્વાગત કરી તાલીમની ઉપયોગીતા વિશે માહિતિ આપી હતી. આ તાલીમમાં કૃષિ મહાવિદ્યાલયના સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના કુલ ૭૫વિદ્યાથી અને વિદ્યાથીનીઓએ ભાગ લીધેલ હતો. આ તાલીમ કાર્યક્રમમાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના મદદનીશ પ્રાધ્યાપક, કૃષિ અર્થશાસ્ત્ર વિભાગનાડૉ. આર.એમ.જાડેજાએ વિષયને અનુરૂપ બે સેશનમાં તાંત્રીક અને પ્રાયોગિક માર્ગદર્શન આપી વિદ્યાથીઓને સ્વરોજગારી માટે અવગત કર્યા હતા. આ તાલીમ કાર્યક્રમનું સઘળું આયોજન ડૉ.બી.સ્વામીનાથ દ્વારા કરવામાં આવેલ હતું.
