Gujarat

જૂનાગઢ  કૃષિ યુનિવર્સિટી, દ્વારા ગીર સાવજ  તુવેર (સર્ટીફાઈડ/ટ્રુથફુલ) બિયારણનું વેચાણ  તા.૨ થી શરૂ થશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખરીફ-૨૦૨૩ ઋતુમાં વાવેતર માટે તુવેર GJP-1 જાતનું સર્ટિફાઈડ/ટ્રુથફૂલ બિયારણનું વેચાણ બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ (મેગાસીડ), કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતેથી તા.૦૨/૦૬/૨૦૨૩થી વહેલા તે પહેલાંના ધોરણે શરૂ થનાર છે.

સર્ટીફાઈડ/ટ્રુથફૂલ કક્ષાના બિયારણનો ભાવ રૂ.૨૫૦/- પ્રતિ બેગ(૨ કિ.ગ્રા.) છે. જેમાં બિયારણ વધુમાં વધુ ખેડૂત દીઠ ૨૦ બેગ (૪૦ કિ.ગ્રા.) સુધી મળવાપાત્ર થશે. વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો ફોન નં.૦૨૮૫-૨૬૭૫૦૭૦ તથા ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ પીબીએક્ષ ૪૫૦ થી સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *