જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી,જૂનાગઢ ખાતે જંતુનાશક દવાનો સર્ટીફીકેટ કોર્ષ ઓન પેસ્ટીસાઈડ મેનેજમેન્ટ કોર્ષનો પ્રારંભ થયો હતો.જેમાં ૮૫ ડીલરો હાજર રહયા હતા.
કુલપતિ ડો.વી.પી.ચોવટીયાના માર્ગદર્શન હેઠળ પ્રારંભ થયેલ કાર્યક્રમના અધ્યક્ષ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો એ.એમ.ગાજીપરાએ જણાવ્યું કે, આજે જે અમે કોર્ષ ચાલુ કરી રહ્યા છે તે તમારા માટે પ્રેરણારૂપ અમે મહત્વનો પુરવાર થશે. ખેડૂતો હાલ જાગૃત થયા છે અને વૈજ્ઞાનિક રીતે ખેતી કરતા થયા છે. છતાં ખેડૂતો તમને પુછી ને જ ૮૦% ખેતી કરે છે. આધુનિક ખેતીની સાથે રાજ્યનાં ૮૦ ટકા ખેડૂતો ઈનપુટ ડીલર્સ પાસેથી માહિતી મેળવે છે.તમે ખેડૂતો સુધી નવી ટેકનોલોજી પંહોચાડવા માટે ના વાહક છો.
આ પ્રસંગે સેક્રેટરીશ્રી ઓલ ઈન્ડીયા એગ્રો ઈનપુટ એશોસીએશનના શ્રી અરવિંદભાઈ ટીંબડીયાએ જણાવ્યુ કે,આ કોર્ષથી તમને ઘણો ફાયદો થશે. આ કોર્ષ ચાલુ કરવા માટે યુનિવર્સિટીના જે અધિકારીઓએ જેહમત ઉઠાવી છે તેનું હું ઋણીછું.આ પ્રસંગે ડો.વી.જે.,સાવલિયા, પ્રો.પીન્કીબેન શર્મા,ડો.એચ.સી.છોડવડીયા અને ડો આર.જી. ગોહિલ ઉપસ્થિત રહયા હતા.


