Gujarat

જૂનાગઢ કૃષિ યુનિવસિઁટીનાં તજજ્ઞોએ બાવાનીપીપળી  ગામે   ખેડૂત શિબિર યોજી

જૂનાગઢ કૃષિ યુનિવસિઁટી જૂનાગઢ દ્વારા કેશોદ તાલુકાના બાવાનીપીપળી ગામે ખેડૂત શિબિર યોજાય હતી. જેમાં  ૩૫ પ્રગતિશીલ ખેડૂત ભાઈઓએ ભાગ લીધો હતો.જૂનાગઢ કૃષિ યુનિવસિઁટીના કુલપતિ ડો.વી.પી.ચોવટીયાની પ્રેરણા તેમજ  વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીડો. એચ.એમ. ગાજીપરાના માર્ગ દર્શન હેઠળ આ ખેડૂત શિબિર યોજાય હતી.

જેમાં કીટકશાસ્ત્રના વડા ડો.એમ.એફ.આચાર્યએ ધાણાજીરુચણા તેમજ ઘઉંમાં આવતી જીવાતોના નિયંત્રણ માટે માર્ગદર્શન આપ્યું હતું. તદ્દઉપરાંત કઠોળમાંથી પ્રો.ચુડાસમાં તેમજ શાકભાજીમાંથી ડો.જાડેજાએ વિષયને અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોએ પોતાના પાકના નમુના શિબિરમાં લાવી તેમાં પડતી મુશ્કેલી અંગે તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યુ હતુ. આ પ્રસંગે ડો.જી.આર.ગોહિલે જમીન સુધારણા અંગે વિગત વાર માહિતી આપી હતી.આ શિબિરને સફળ બનાવવા શ્રી બેચરભાઈ વણપરીયાએ જહેમત ઉઠાવી હતી.

krushi-uni.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *