જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, દ્વારા તાલીમ અને મુલાકાત યોજના અંતર્ગત તા.૧૧-૧૨/૦૪/૨૦૨૩ ના રોજ ખરીફ પૂર્વ મોસમી તાલીમ કાર્યશાળામાં સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાના ખેતીવાડી ખાતાના અધિકારીઓ જેમાંજિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીઓ, નાયબખેતી નિયામકો,મદદનીશ ખેતી નિયામકો સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના કુલપતિશ્રી ડો.વી.પી. ચોવટીયા એ જણાવ્યું કે,તાલીમનો મુખ્ય ઉદેશ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધનો તથા ભલામણો ખેતીવાડી ખાતાના અધિકારીઓને આપી તેના દ્વારા ખેડૂત સુધી પહોંચાડવાનોછે. યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ નવી ટેકનોલોજી તથા ભલામણો ખેડૂતો સુધી લઈ જવાના વાહક છો.
આ પ્રસંગે સયુક્ત ખેતી નિયામક-જૂનાગઢ અને રાજકોટના શ્રી એસ.કે.જોષી પણ ખેતીના પ્રશ્નો અંગે તજજ્ઞો સાથે ચર્ચા કરી હતી. ઘણા વર્ષો થીચોમાસા સારા જાય છે. આ વર્ષે પણ ચોમાસુ ૯૪% રહેવાનો અંદાજ છે.વરસાદની અનિયમીતાને ધ્યાને રાખી મોડો વરસાદ થાય તો ખેડૂતોએ ઉભડી મગફળીનું વાવેતર કરવું જોઈએ. જો જુલાઈ-ઓગસ્ટ માસમાં વાયરું ફુકાય તો મગફળીમાં ઉગસુકનો રોગ આવવાની શક્યતા રહે છે.તે ધ્યાને રાખી બીજને પટ આપી પછી જ વાવવા માટે ભલામણ કરવી. આ બદલાતા વાતાવરણમાં ઉનાળુમાં તલનું વાવેતર ઘણું થયું છે.પાછતરા વરસાદનું અનુમાન હોય તો મગફળી જી.જી.-૩૨ના વાવેતર માટે ભલામણ કરવી. એટલે કે ચોમાસાને ધ્યાને રાખી કયો પાક વાવવો તે ખેડૂતોને કહેવું. આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એચ.એમ.ગાજીપરા એ જણાવ્યું કે,જ્યારે જ્યારે પાક ઉપર આફત આવતી હોય ત્યારે કૃષિ યુનિવર્સિટી દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવે છે.
વધુમાં આ તાલીમ કાર્યશાળામાં જુદા જુદા વિષયના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.આ કાર્યક્રમને સફળ બનાવવામાં ડો.બી.એન.કલસરીયા, ડો.વી.જે.સાવલિયા,ડો.એચ.સી. છોડવડીયા તેમજ ડો.જી.આર.ગોહિલે જહેમત ઉઠાવી હતી


