સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદનો પ્રથમ તબક્કો જૂનના ત્રીજા અઠવાડીયા અને બીજો તબક્કો જુલાઈના પ્રથમ અઠવાડીયામાં થશે અને જૂલાઈના ત્રીજા – ચોથા અઠવાડીયામાં અતિવૃષ્ટિ અને હેલી જેવુ વાતાવરણ થાય તેવુ અનુમાન છે. આમ, ચોમાસુ-વરસ અગીયાર-બારઆની જેવુ થાય તેવુ તારણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાન મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં રજૂ કરવામાં આવ્યું હતું.
આ પરિસંવાદનું ઉદ્ધાટન કરતા કુલપતિ શ્રી ડો.વી.પી.ચોવટીયાએ વર્ષા વિજ્ઞાન મંડળમાં જેને યોગદાન આપ્યું છે તેમને યાદ કર્યા હતા.વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ ડો.એચ.એમ.ગાજીપરાએ વર્ષા વિજ્ઞાન મંડળનો પરિચય આપતા જણાવ્યું કે, ૧૯૯૪થી આ મંડળ ચાલુ થયું હતું. વિધિવત સ્થાપના ૧૯૯૯માં કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપપ્રમુખ ડો.જે.ડી.ગુંદાળીયા, ડો.પી.આર.કાનાણી, શ્રી જેરામભાઈ ટીંબડીયા, શ્રી મોહનભાઈ દલસાણીયાએ પોતાનાં મંતવ્યો રજુ કર્યા હતા. આ વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં ૫૦ આગાહીકારો પોત પોતાનાં મંતવ્યો રજૂ કર્યા હતા. ગયા વર્ષે જે આગાહીકારોએ આગાહી કરેલ તેનું એનાલીસીસ કરતાં તેમાંથી ૭ આગાહીકારોનું અનુમાન ઘણુંસાચું પડયું હતુ. અમુક આગાહીકારોનાં વધારે આગાહી સાચી પડી હતી. વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ ડો.એચ.એમ.ગાજીપરા વય નિવૃત્તિને કારણે તા.૩૦/૬/૨૦૨૩ના રોજ નિવૃત થનાર હોય તેમનું નિવૃત્તિ સન્માન ડો.વી.પી.ચોવટીયાએ મોમેન્ટો તેમજ સાલ ઓઢાડી આગાહીકારોવતી તથા કારોબારી સભ્ય વતી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પરિસંવાદને સફળ બનાવવા ડો.બી.એન.કલસરીયા,ડો.વી.જે.સાવલીયા,ડો.જી.આર.ગોહિલ,પ્રો.પિન્કીબેનએસ.શર્મા, ડો.ડી.વી.પટેલ તથા સ્ટાફે પ્રયાસો કર્યા હતા. વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા જુદી જુદી પદ્ધતિથી અને માન્યતાઓ દ્વારા અવલોકન લઈ આવતા વરસના વરસાદનું પૂર્વાનુમાન કરતા સભ્યો પાસેથી તેઓના અવલોકનો અને પૂર્વાનુમાન મોકલવા જણાવેલ હતુ. આ આગાહીકારોના પૂર્વાનુમાનોની વિગતો સંકલિત કરી વર્ષા વિજ્ઞાન પરિસંવાદનો સંપુટ પણતૈયાર કરેલ છે.
આ વર્ષના તારણ મુજબ વિજ્ઞાન મંડળના બાવન જેટલા અવલોકનકારો જુદી જુદી પ્રાચીન માન્યતાઓઅને પદ્ધતિ જેવી કે, ભડલી વાક્યો, જ્યોતિષ વિદ્યા, ખગોળ વિદ્યા,લોક વાયકા,વનસ્પતિના લક્ષણો,પશુ -પક્ષીની ચેષ્ટા, સેટેલાઈટ ચિન્હો, આકાશમાંકસની તારીખો, જન્મભૂમિનાપંચાગના માધ્યમ, શિયાળામાં બંધાયેલ ગર્ભ, શિયાળા –ઉનાળાનું તાપમાન, અખાત્રીજના દિવસે પવનની દિશા, હોળીની જાળના આધારે પૂર્વાનુમાન કરેલ તેનો સારાંશ-તારણ જોતા. આ ચોમાસુ –વરસ અગીયાર-બારઆની જેવુ થાય તેવુ તારણ છે.સૌરાષ્ટ્રમાંવાવણી લાયક વરસાદનો પ્રથમ તબક્કો જૂનના ત્રીજા અઠવાડીયા અને બીજો તબક્કો જુલાઈનાપ્રથમ અઠવાડીયામાં થાય તેવુ તારણ છે.જૂલાઈના ત્રીજા -ચોથા અઠવાડીયામાં અતિવૃષ્ટિ અને હેલી જેવુ વાતાવરણ થાય તેવુ અનુમાન છે.ચો માસાની વિદાય ઓક્ટોબરના અંતમાં થાયતેવુ અનુમાન છે.


