Gujarat

જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસ નેતા સસ્પેન્ડ, વાલભાઇ ખેર ૬ વર્ષ માટે સસ્પેન્ડ

જુનાગઢ
માંગરોળમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા વાલભાઇ ખેરને કોંગ્રેસ પક્ષમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે શિસ્ત સમિતિના નિરીક્ષણ બાદ મૌવડી મંડળની સમીક્ષાના અંતે પક્ષ વિરોધી પ્રવૃતી કરવા બદલ કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. હજુ બીજા આગેવાનોને પણ ટુંક સમયમાં જ તેમની પક્ષ વિરોધી પ્રવૃતિની સંપુર્ણ સમીક્ષાના રિપોર્ટ રજુ થયા બાદ સસ્પેન્ડ કરવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષમાં પણ ન બેસી શકાય તેવી હાલતમાં આવી જવું પડ્યું ત્યારે કોંગ્રેસ હવે એક એક પગ ફૂંકી ફૂંકીને મુકી રહી હોય તેવો ઘાટ જાેવા મળી રહ્યો છે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *