Gujarat

જૂનાગઢ જિલ્લામાં ઘરઘાટી રાખતા ઘરમાલીકોએ ઘરઘાટીની વિગતો દર્શીત પત્રક પોલીસ સ્‍ટેશને રજુ કરવુ ફરજિયાત  

જૂનાગઢ જિલ્લામાં ઘરઘાટી રાખતા ઘરમાલિકોએ ઘરઘાટીની વિગતો દર્શિત પત્રક પોલીસ સ્ટેશનમાં રજૂ કરતું જાહેરનામું જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લામાં ઘણા ગંભીર ગુનાઓમાં ઘરઘાટીની સંડોવણી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળેલ છે. કેટલાક કિસ્સાઓમાં વયોવૃદ્ધ નાગરિકો મકાનમાં એકલા રહેતા હોય છે. તેમને ત્યાં ઘર કામ અર્થે રાખેલ ઘરઘાટીઓ પૈકી અમુક ગુનાહિત મનોવૃત્તિ ધરાવતા હોઈ, એકલતાનો લાભ ઉઠાવી નાણાની અથવા અન્ય લાલચમાં આવી જઈ  શરીર સંબંધી કે મિલકત સંબંધી ગુન્હાઓ આચરી  ફરાર થઈ જતા હોય છે.

 મહદંશે ઘરઘાટીઓ જૂનાગઢ જિલ્લાની બહારના હોય, તેઓ ગુન્હો આચરીને જતા રહેતા હોય છે. તેમની માહિતી મકાન માલિક કે પોલીસ પાસે હોતી નથી. પરિણામે તેમને પકડવા ખૂબ જ મુશ્કેલ ભર્યું બને છે. જેથી આવા બનાવો બનતા અટકાવવા તથા જૂનાગઢ જિલ્લા વિસ્તારની જાહેર જનતાની સલામતી અને શાંતિ જાળવવા સારું આવા ઘરઘાટીઓના પુરા નામ, સરનામા,ફોટોગ્રાફ, ધંધાકીય પ્રવૃત્તિની વિગત વગેરે માહિતી માટે સીઆરપીસી કલમ ૧૪૪ મુજબનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

આ જાહેરનામા મુજબ જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ઘરઘાટીના નામ, સરનામા, ફોટોગ્રાફ, ધંધાકીય પ્રવૃત્તિ ની વિગત વગેરે માહિતી ઘર માલીક/ભાડુઆત  દ્વારા નીચે મુજબના નમુનામાં દર્શાવેલ પત્રક મુજબની માહિતી સાત દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે. તેમજ નવા ઘરઘાટીને કામ પર રાખ્યાની  તથા   જૂના ઘરઘાટીને છુટા કર્યાની  તારીખથી ૪૮ કલાક અંદર સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે

આ પત્રકમાં  ૧ કોલમમાં ક્રમ, ૨ કોલમમાં ઘર માલીક/ ભાડુઆતનું નામ – સરનામું મોબાઈલ નંબર, ૩  કોલમમાં ઘરઘાટીની વિગતો,૪ કોલમમાં   ઘરઘાટના મૂળ વતનનું સરનામુ વગેર, ૫ મી કોલમમાં   ઘરઘાટીને કામે રાખ્યા તારીખ/છૂટા કર્યા તારીખ,કોલમ ૬માં ઘરઘાટી અગાઉ જે સ્થળે કામ કરચા હોય તે માલિકની વિગતો,૭ મી કોલમમાં ઘરઘાટી કોના રેફરન્સ થી કામે રાખેલ છે તેની વિગત, ૮ મી કોલમમાં ઘરઘાટીના પરીવારજનોની વિગતો,૯ મી કોલમમાં ઘરઘાટી પરિણીત હોય તો તેના પરિવારજનોની વિગતો, ૧૦ મી કોલમમાં ઘરઘાટીનો અભ્યાસ તથા ઓળખી શકાય તેવી નિશાની, ૧૧ મી કોલમમાં ઘરઘાટીનો પાસપોર્ડ ફોટો લગાડવાનો રહેશે.

આ જાહેરનામું  તાત્કાલિક અસર થી તા.૩/૭/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ હેઠળ શિક્ષા અને પાત્ર ઠરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *