Gujarat

જૂનાગઢ જિલ્લામાં તા.૧૩ અને ૧૪ માર્ચના કમોસમી વરસાદ પડવાની સંભાવના

જૂનાગઢ જિલ્લામાં તા.૧૩ અને ૧૪ માર્ચના કમોસમી વરસાદની સંભાવના હોય ખેડૂતો એ  રાખવાની થતી કાળજીની માર્ગદર્શીકા જિલ્લ પંચાયત ખેતીવાડી શાખા દ્વારા બહાર પાડવામાં આવી છે.

ભારત મૌસમ વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં તારીખ તા.૧૩/૦૩/૨૦૨૩ થી તા.૧૪/૦૩/૨૦૨૩ સુધી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. જેને ધ્યાને લઇ ખેડૂતોએ કાળજી રાખવી જરૂરી છે ઘાસચારો વિગેરે પણ ગોડાઉનમાં સલામત સ્થળે રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવો અને તાડપત્રી હાથવગી રાખવી વેચાણ અર્થે એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર ખાતે લઈ જવાતી ખેત જણસી ઢાંકીને લઈ જવી એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા વેપારી મિત્રોને  અનુરોધ છે. પશુઓ માટેના ઢાળિયા કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા ખેતી ઇનપુટ એટલે કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે સુરક્ષિત ગોડાઉનમાં રાખવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *