Gujarat

જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા  કૃમિનાશક ગોળી લેવાની લોકજાગૃતતા માટે વિશેષ આયોજન

શું આપ જાણો છો કે કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર અનેક હાનીકારક અસર જોવા મળે છે જેવી કે લોહોની ઉણપ (પાંડુરોગ), કુપોષણ, ભૂખ ના લાગવી, બેચેની, પેટમાં દુખાવો, ઉલ્ટી અને ઝાડા, વજન ઓછુ થવું વગેરે કૃમિના ચેપથી બાળકોને તકલીફો થઈ શકે તેથી બાળકોને કૃમિનાશક દવાઓ આપવામાં આવે છે જે દવા દ્વારા લોહીની ઉણપમાં સુધારો, પોષણ સ્તરમાં સુધારો, ગ્રહણશક્તિ સુધારવામાં મદદરૂપ વગેરે ફાયદાઓ દવા દ્વારા થયા અને એ દવા નિ:શુલ્ક આપવામાં આવશે

          આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા તા ૧૦ થી ૧૭ ફેબ્રુઆરી-૨૦૨૩ સુધી જૂનાગઢ જિલ્લાના તમામ ગામોમાં, કુલ ૧૨૬૦ આંગણવાડી કેન્દ્રોના કુલ ૭૫૪૬૮ બાળકો, સરકારી અને ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાના કુલ ૨૬૨૪૪૫ બાળકો અને શાળાએ ન જતા કુલ ૪૧૦૬ બાળકોને મળીને ૧ થી ૧૯ વર્ષ સુધીના કુલ ૩૪૨૦૧૯ બાળકોને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત કૃમિનાશક ગોળી ગળાવવાની કામગીરી જે તે આંગણવાડી, શાળાની મુલાકાત લઇ નજર સમક્ષ (DOTS પદ્ધતિ) દ્વારા આરોગ્ય કેન્દ્રોના મેડીકલ ઓફિસરશ્રીઓના માર્ગદર્શન હેઠળ આશા કાર્યકર અને આરોગ્ય કમચારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે.

કૃમિનાશક ગોળી (ચાવવાની) લેવાની લોકજાગૃતતા માટે ગ્રામ્યકક્ષાએ પેમ્પલેટsસ, બેનર, સોશિયલ મીડીયા અને અન્ય માધ્યમો દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. આલ્બેન્ડાઝોલ ગોળી એકદમ સુરક્ષિત ગોળી છે જેની કોઈ સામાન્ય કે ગંભીર આડઅસર નથી.

       આ સમગ્ર કાર્યક્રમનું મૂલ્યાંકન માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી જુનાગઢના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા આર.સી.એચ. અધિકારી ના સુપરવિઝનમાં કરવામાં આવશે.

 

    

વિટામીન-એ બાય એન્યુઅલ રાઉન્ડ તા: ૦૧ ફેબ્રુઆરી થી ૩૧ માર્ચ ૨૦૨૩

        બાળકોમાં વિટામીન-એ ની ઉણપ અટકાવા અને બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે ટે માટે આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા ૧૦ ફેબ્રુઆરી થી ૩૧ માર્ચ ૨૦૨૩ સુધી “વિટામીન-એ બાય એન્યુઅલ રાઉન્ડ કરવામાં આવશે. જેમાં ૧ થી ૫ વર્ષ સુધીના આશરે ૬૧૦૦૦ બાળકોને વિટામીન-એ નો ડોઝ પીવડાવામાં આવશે.

jilla-samaj-suraksha-adhikari-kacheri-6.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *