Gujarat

જૂનાગઢ તાલુકામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર ઉપર સંચાલક કમ કુક ની ખાલી જગ્યા ભરાશે

જૂનાગઢ,તા.૧૬ જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર ઉપર સંચાલક કમ કુક ની ખાલી જગ્યા ભરાશે

જેમાં બેલા પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૧૨, ઇટાળા પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૨૮, ખડિયા કન્યાશાળા કેન્દ્ર નંબર ૩૨, તલિયાધર પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૬૫, વાણદિયા પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૭૧, વધાવી પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૭૫, વિરપુર પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૭૬ કાથરોટા પ્રાથમિક શાળા ૩૫ નંબર ઉપર ઉમેદવારો પાસેથી તારીખ  ૨૯/૫/૨૦૨૩ સુધીમાં શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે અરજી મોકલવાની રહેશે.

અરજી ફોર્મ મધ્યાહન ભોજન શાખા મામલતદાર કચેરી જૂનાગઢ (ગ્રામ્ય) ખાતેથી ફોર્મ મળી શકશે. અરજી ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરીને તારીખ ૨૯/૫/૨૦૨૩  સુધી મામલતદાર કચેરી જૂનાગઢ ગ્રામ્ય  ખાતે રજીસ્ટર એડીથી પહોંચાડવાની રહેશે. નિયત સમય મર્યાદા બહારની અરજી ફોર્મ પર ધ્યાન આપવામાં આવશે નહીં. સંચાલક કમ કુક માટેની લઘુત્તમ વય મર્યાદા ૨૦ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જગ્યા માટે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછા એસએસસી પાસ પરંતુ જે કિસ્સામાં એસએસસી પાસ  ન મળે તેવા કિસ્સામાં  ધોરણ ૭ પાસ ઉમેદવાર પસંદ થવાને પાત્ર ગણાશે. વિધવા,વ્યકતા,બહેનો પણ અરજી કરી શકે છે.

ઉમેદવારે અરજીની સાથે છેલ્લી શાળા છોડ્યાના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, આધારકાર્ડ ની પ્રમાણિત નકલ, અનુ.જાતિ, અનુ.જનજાતિ,સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારે સક્ષમ અધિકારી પાસે થી મેળવેલ જાતિ કે પ્રમાણપત્રની નકલ,રહેંણાક અંગેના આધાર ચૂંટણી કર્ડની નકલ સહિતના  જરૂરી પ્રમાણપત્રોની નકલ જોડવાની રહેશે એમ જૂનાગઢ મામલતદાર ગ્રામ્ય ની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *