Gujarat

જૂનાગઢ તાલુકા સેવા સદનના બિલ્ડીંગ અને ૩૦૦ મીટર આસપાસના વિસ્તારમાં અનઅધિકૃત વ્યકિતોઓને બેસવા પર પ્રતિબંધ

જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ શહેર ખાતે સરદારબાગ પાસે આવેલ તાલુકા સેવાસદનના બિલ્ડીંગ તથા તેની આજુબાજુના વિસ્તારમાં પિટિશન રાઇટરનું લાઇસન્સ કે તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડમાં બેસીને અરજીઓ લખવાની મંજૂરી ન ધરાવતા હોય તેવા અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા અરજદારોની અરજીઓ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહેલ છે. આવા અનઅધિકૃત વ્યક્તિઓની કામગીરીથી લોકો પરેશાની ભોગવે છે અને આવા અનઅધિકૃત લોકો જાહેર જનતા પાસેથી અરજી લખવા તેમજ કામ કરાવવાના બહાના હેઠળ પૈસા પડાવવાની વૃતિ કરે છે.

તેમજ  કચેરી કમ્પાઉન્ડમાં તથા કચેરીની આજુબાજુમાં બેસવાના કારણે તથા તાલુકા સેવાસદન તથા આજુબાજુના વિસ્તારમાં લારીવાળા /ફેરિયા ઓ દ્વારા છુટક  વેપારની  પ્રવૃત્તિ કરવામાં આવે છે જેના કારણે લોકોની બિનજરૂરી ભીડ એકત્ર થતા ટ્રાફિક તેમજ કાયદો અને વ્યવસ્થા ખોલવાની સ્થિતિ અવારનવાર બને છે.

 જે સબબ જાહેર તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈ તકેદારીના  પગલારૂપે  આવા બિનઅધિકૃત વ્યક્તિઓ, લારીવાળા, ફેરિયાઓ, છૂટક વિક્રતાઓને કચેરી તથા કચેરીની આજુબાજુના વિસ્તારમાં બિનધિકૃત રીતે બેસવા માટે પ્રતિબંધ ફરમાવવાનું જાહેરનામું  જૂનાગઢ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સુશ્રી ભૂમિ કેશવાલાએ  ક્રિમિનલ પ્રોસિજર કોડ ૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

તેમજ લાયસન્સી પીટીશન રાઈટરો સીવાયના બીન અધિકૃત વ્યકિતઓ, એજન્ટો એ તાલુકા સેવા સદન તથા તેની આસપાસના ૩૦૦ મીટરના વિસ્તારમાં અરજીઓ વગેરેના લખાણો કરવા બેસવું નહિ કે કોઈ પરવાનગી વિનાની  બિનઅધિકૃત કામગીરી કરવી નહિ.

આ જાહેરનામાનો ભંગ કરનાર  અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની  કલમ – ૧૮૮ હેઠળ  શિક્ષાને  પાત્ર ઠરશે. આ જાહેરનામું તા.૧૭/૦૬/૨૦૨૩  સુધી અમલમાં રહેશે. તેમ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, જૂનાગઢ ભૂમિ કેશવાલાએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *