*જૂનાગઢ પોલીસ નેત્રમ શાખા ભેદ ઉકેલવાની કેટેગરીમાં સતત સાતમી વખત
ગુજરાતમાં પેલા નંબરે_આવી નેત્રમ શાખાના પોલીસ કોન્સ. જાનવિબેન પટોડીયા તથા રાહુલગીરી મેઘનાથીને ગાંધીનગર ખાતે ડી.જી.પી. વિકાસ સહાય સાહેબ દ્રારા એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા
_સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં જૂનાગઢ નેત્રમ શાખા ફરીથી ગુજરાતમાં પ્રથમ નંબરે_*
_ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે._* _જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી દ્રારા ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરી, ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાયના* હસ્તે સન્માન કરી, સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવે છે._
💫 _જૂનાગઢ રેંજના આઈજીપી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા* દ્વારા ગુજરાત સરકાર દ્રારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો* મહત્તમ ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા જીલ્લામાં બનતા કોઇ પણ ગુન્હાનો ભેદ ત્વરીત ઉકેલવા, કોઇ વ્યક્તિનો કીંમતી સામાન ગુમ થયેલ હોય, ક્યાંય ભુલી ગયેલ હોય તો ત્વરીત તે સામાન શોધી, પોલીસ પ્રજાનો મીત્ર છે” તે સુત્રને સાર્થક કરવા સૂચના આપેલ છે.*_
💫 _Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરવા સારૂ ગુજરાત રાજ્યના ડી.જી.પી.શ્રી ની કચેરી ખાતે નિયુક્ત કરેલ કમીટી દ્રારા રાજ્યના તમામ જીલ્લા દ્રારા વર્ષ ૨૦૨૨ ના ક્વાર્ટર-૪ તા. ૦૧/૧૦/૨૦૨૨ થી ૩૧/૧૨/૨૦૨૨ સુધીના સમયગાળા દરમ્યાન સીસીટીવી કેમેરાનો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનુ મુલ્યાંકન કરવામાં આવેલ હતુ. મુલ્યાંકન બાદ કમીટી દ્રારા જૂનાગઢ જીલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં સતત સાતમી વખત ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આપવામાં આવેલ હતો, અને નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂની ટીમના પોલીસ કોન્સ. જાનવિબેન પટોડીયા તથા રાહુલગીરી મેઘનાથીને ગાંધીનગર ખાતે ડી.જી.પી. શ્રી વિકાસ સહાય સાહેબ દ્રારા નેત્રમ શાખાને ૯ મી વખત એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા.* વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત હજુ સુધી કુલ ૭ વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, બનાવના ભેદ ઉકેલાવાની કેટેગરીમાં સાતેય વખત જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમ દ્રારા ગુજરાતમાં પ્રથમ નંબર મેળવેલ છે, તેમજ ૨ વખત ઇ -ચલણની કામગીરીમાં નંબર મેળવેલ છે અને જૂનાગઢ જીલ્લા પોલીસને ગર્વ અપાવેલ છે.*_
જૂનાગઢ નેત્રમ શાખાની ટીમને અગાઉ માહે જાન્યુ ૨૦૨૧માં, ઓગષ્ટ ૨૦૨૧, ડિસેમ્બર – ૨૦૨૧, એપ્રીલ – ૨૦૨૨, જૂન – ૨૦૨૨, સપ્ટેમ્બર -૨૦૨૨, ડીસેમ્બર -૨૦૨૨, ફેબ્રુઆરી -૨૦૨૩ અને એપ્રીલ – ૨૦૨૩ માં પણ ડી.જી.પી. શ્રી દ્રારા એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ હતા. આમ જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમને ડી.જી.પી. શ્રી દ્રારા ફક્ત ૨ વર્ષના અંતરે ૧૧ – ૧૧ વખત શ્રેષ્ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે._*
_જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત નેત્રમ શાખા દ્રારા માહે ૧૦/૨૦૨૨ થી માહે ૧૨/૨૦૨૨ દરમ્યાન સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં ડી.જી.પી. શ્રી વિકાસ સહાય સાહેબના હસ્તે એવોર્ડ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવેલ અને જૂનાગઢ પોલીસનુ ગૌરવ વધારતા* નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમને જૂનાગઢ રેંજના આઈજીપી શ્રી મયંકસિંહ ચાવડા, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી, જૂનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી. એચ.ડી.ધાંધલીયા, કેશોદ ડી.વાય.એસ.પી. બી.સી.ઠક્કર તથા માંગરોળ ડીવીઝનના ડી.વાય.એસ.પી. ડી.વી.કોડીયાતર દ્રારા પણ અભિનંદન આપવામાં આવેલ છે….*_
અહેવાલ મહેશ કથિરીયા ભેસાણ


