Gujarat

જૂનાગઢ શહેરમાં આ યોજના હેઠળ ૫૮૭ પરિવારોને ઘરના ઘરનું સપનું પૂરું થયું છે

જૂનાગઢ શહેરના શ્રમજીવી નગરમાં ૩૦ વર્ષથી કાચા નળિયાવાળા મકાનમાં રહેતા માલદેભાઈ ઉગાભાઇ નંદાણીયા એ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી થકી ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેર હેઠળ મધ્યમ – ગરીબ વર્ગના પરિવારોને ઘર બનાવવા માટે સરકારશ્રી દ્વારા સહાય કરવામાં આવે છે. જૂનાગઢ શહેરમાં આ યોજના હેઠળ ૫૮૭ પરિવારોને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે

માલદેભાઈ નંદાણીયા મૂળ કુતિયાણાના સેગરસ ગામના વતની છે. તેઓ પોતાના સંઘર્ષની વાત કરતા કહે છે કે ૧૯૯૦ ના દાયકામાં મારા પિતા આજીવિકા માટે જૂનાગઢમાં આવીને સ્થાયી થયા હતા. અહીં નાના એવા નળિયાવાળા કાચા મકાનમાં રહેતા હતા. ૧૯૯૦  થી અત્યાર સુધી પારાવાર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ચોમાસામાં વરસાદનું પાણી ઘરમાં આવી જવું, જીવજંતુની સમસ્યા જેવી અનેક તકલીફો થતી હતી. માલદેભાઈ કહે છે કે કામ ધંધા પર જતી વખતે પણ ઘરની ચિંતા થયા કરતી હતી.વધુમાં કહે છે કે ઘરમાં એક કમાનાર હોય અને બે છોકરાનું ભણતર આપવાનું હોય ત્યારે અટલા ટૂંકી આવકમાં ઘરનું ઘર બનાવવાનું  ક્યારેય વિચારી પણ ન શકાય પરંતુ સદનસીબે અમારું ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું છે.

આ યોજનાની જાણકારી કઈ રીતે મળી એ અંગે માલદેભાઈ કહે છે, સ્થાનિક કોર્પોરેટર શ્રી કિરીટભાઈ ભીંભા એ એમને આ  યોજનાની જાણકારી આપી હતી. તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સહાય મેળવવા કોઈ અગવડ પડી ન હતી. પૈસા પણ ખર્ચવા નથી પડ્યા. અમને આ ઘર બનાવવા માટે ચાર તબક્કામાં   રૂ. ૩,૫૦,૦૦૦ ની સહાય મળી છે

માલદેભાઈના પત્ની ગીતાબેન કહે છે જુના મકાનમાં કોઈ મહેમાનને આશરો પણ આપી શકાતો ન્હતો.  નવા મકાનથી અમારું કુટુંબ ખૂબ જ ખુશાલી ભર્યું જીવન જીવે છે. સરકારે અમારા જેવા નાના માણસો માટે આ યોજના બનાવીને ખૂબ મોટું કામ કર્યું છે. માલદેભાઈ અને ગીતાબેન ની ખુશી અને સંતોષ તેમની આખોંમાં સ્પષ્ટ દેખાતી હતી.

aavas-yojna-labharthi-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *