Gujarat

જેતપુરનાં જનકલ્યાણ વિસ્તારમાં થી અર્ધનગ્ન હાલતમાં યુવાનની લાશ મળી: હત્યા કે અકસ્માત?

વહેલી સવારનો બનાવ:હત્યા કરાયાનો પરિવારજનોનો આક્ષેપ, મૃતક દારૂ પીવાની ટેવ ધરાવતો: મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો
જેતપુરમાં અર્ધનગ્ન હાલતમાં વ્હેલી સવારે યુવાનની લાશ  મળતા ચકચાર ફેલાઇ ગયો હતો મૃતદેહ મળતા અકસ્માતે પડી જતા બનાવ બન્યો હશે કે પછી હત્યા થઈ છે? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
બનાવની મળતી વિગત મુજબ જેતપુરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ જનકલ્યાણનગરમાં આવેલ સાડીના કારખાના પાછળથી અર્ધનગ્ન હાલતમાં યુવકની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો. આસપાસ તપાસ કરતા મૃતકનું નામ કેશુ નાથાભાઈ મકવાણા(ઉ.વ.31) હોવાનું ખુલ્યું હતું. તેના પરિવારજનોને જાણ કરતા તેઓ દોડી આવેલા તેના વૃદ્ધ માતાએ સ્થળ પર જ કલ્પાંત કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. પરિવારજનોના આક્ષેપ મુજબ હત્યા થયાની આશંકા વ્યક્ત કરી હતી.
આ તરફ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકના નાક પાસે લોહી નીકળ્યું છે. જે તેના ચહેરા પર ફેલાયું છે. કોઈ ઇજાના નિશાન નથી. મૃતક દારૂ પીવાની ટેવ ધરાવતો હોઈ.છૂટક મજૂરી કામ કરતો એટલે કોઈ સાથે દુશ્મના વટ હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ નથી. તેના શરીરે ઇજાના કોઈ ખાસ નિશાન નથી. પરંતુ નશાની હાલતમાં જ તે ખુલ્લામાં શૌચ માટે ગયો હોય ત્યારે લડથડીયા ખાતા પડી જતા ત્યાં પાસે જ દીવાલની કોર તેમનાં માથામાં વાગ્યો હોવાનું અનુમાન છે.આ સ્થળે અસંખ્ય દેશી દારૂની પોટલી જેવી કોથળીઓ જોવા મળી છે.મૃતના મૃતદેહ પાસેથી પણ દારૂની કોથળીઓ મળી જોકે મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે.
( ફોટો હરેશ ભાલીયા )

IMG_20230221_095600.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *