જેતપુર તાલુકાના અમરનગર ગામની વાડી વિસ્તારમાં આદિવાસી 14 વર્ષીય તરુણે વાડીમાં આવેલ ઘરે ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીઘુ હતુ મૃતકના પરીવારમાં ઘેરો શોક છવાયો.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જેતપુર તાલુકાના અમરનગર ગામની વાડી વિસ્તારમાં મજૂરી અર્થે એમ.પી થી આવેલ નારસિંગ સાસટીયાંનો 14 વર્ષીય પુત્ર સંજય નામના તરૂણએ વાડી ખાતે આવેલ ઘરે ગળાફાંસો ખાઇ લીઘો હતો. જે બનાવની મૃતકના પરીજનોને જાણ થતા તુરંત જેતપુર ગ્રામ્ય પોલીસને વાકેફ કરાઇ હતી. જેથી પોલીસ ટુકડી તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઇ હતી.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.
મૃતકના પિતાનુ પોલીસે નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવના પગલે મૃતકના પરિવારમાં ઘેરો શોક છવાયો છે.