Gujarat

જેતપુરના પાંચપીપળામાં પિતૃઓના  મોક્ષકાર્ય માટે  ભાગવતકથા શરૂ 

જેતપુરના વર્તમાન, ધોરાજીના પૂર્વ ધારાસભ્ય
પર પોથીયાત્રામાં રૂપિયાનો વરસાદ !
જેતપુર તાલુકાના પાંચપીપળા ગામે વેકરીયા પરિવારના સર્વે પિતૃ મોક્ષારથે શ્રીમદ ભાગવત કથાનું આયોજન તા.22 થી 29 દરમિયાન કરાયું છે. આ કથા શરૂ થાય તે પહેલા નીકળેલી પોથી યાત્રામાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અને ધોરજીના માજી ધારાસભ્ય લલીત વસોયા પર થયેલા રૂપિયાનો વરસાદવાળી વાત ટોક ઓફ ધી જેતપુર તાલુકા થઈ ગઈ છે. જો કે કોઈ  જાહેર કાર્યક્રમ એટલેકે કોઈના લાભાર્થે કથાનું આયોજન ન હોવા છતાં આવી રીતે ઉત્સાહીઓ પૈસાનો વરસાદ કરે તે વાતણે જાણકારો અજુગતી ગણાવે છે. જો એ અંતે દાતાઓની દિલેરીને ધ્યાને લેવાઈ હતી.  ખેર જે હોય તે પણ કથાનું રસપાસ કરવા સૌને વેકરીયા પરિવારનો અનુરોધ છે.
શ્રી ગોવર્ધનનાથજી હવેલી, જસાપરના ભાવેશભાઈ શાસ્ત્રીજીના વ્યાયાસાને જેતપુર તાલુકાના પાંચપીપળાં ગામે ગત તા.22 મી માર્ચથી વેકરીયા પરિવારના સર્વે પિતૃઓના શ્રીમદ ભાગવત કથા શરૂ થઈ છે. 29 મી માર્ચે પૂર્ણાહૂતિ પામનાર આ કથામાં વામન જન્મ, શ્રી રામ જન્મ એન વિવાહ સહિતના તમામ ધાર્મિક ઉત્સવો ધંધૂમજી ઉજવવામાં આવશે. આજ શનિવારે કથા સ્થળે વીજુડીનો કોમેડી શોનું રાત્રિના આયોજન કરાયું છે. આ કથા શરૂ થાય તે પહેલા નીકળેલ ધામધૂમથી પોથી યાત્રામાં ધર્મપ્રેમી જનતા, રાજકીય બિન રાજકીય આગેવાનો, અગ્રણીઓ અને આયોજકો જોડાયા હતા. તે સમયે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અને ધોરાજીના માજી ધારાસભ્ય લલીત વસોયા પર ઉત્સાહી વૈષ્ણવો, ધર્મપ્રેમી લોકોએ રૂપિયાનો વરસાદ કરતાં દાતાઓ વરસી પડ્યાનો સૌને અનુભવ થયો હતો. કથા શ્રવણનો લાભ લેવા વેકરીયા પરિવારે સૌને અનુરોધ કર્યો છે.

IMG_20230324_124608.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *