પેટા
ઇલેક્ટ્રિક કટ્ટરથી 2-3 વૃક્ષોને બેફામ કાપીને ઢાળી દેવાયા ! વન તંત્ર બેધ્યાન
સરકાર આજે વાતાવરનું તાપમાન ઘટાડવા માટે વૃક્ષારોપણ માટે લાખો, કરોડોનો ખર્ચ કરી લોકોને જાગૃત કરે છે. પણ જેતપુર પંથકમાં સરકારના આવા અભિયાનને રિતસરનું ઠેબે ચડાવીને વૃક્ષો ખુલ્લેઆમ કપાતા હોવાની ઘટના બહાર આવતા પાયવરણ પ્રેમીઓએ હાયકારો વ્યક્ત કર્યો છે.
વિગતો એવી મળી છે કે જેતપુર તાલુકાના લૂણાગરા ગામના પાટિયા પાસે કોઈ ચંદુભાઈ નામના ખેડૂતે તેમના ખેતર નજીકના બે-ત્રણ લીલાછમ વૃક્ષો કાપી નાખવાનું કોઈ ગરીબ મજૂરોને કહી દેતા મજૂરોએ ઇલેક્ટ્રિક કટ્ટરનો ઉપયોગ કરીને વૃક્ષો કાપી નાખ્યા છે. સજીવ ઘટાદાર વૃક્ષોના આવા છેદનની વાત વાયુવેગે જેતપુર તાલુકા પંથકમાં ફેલાઈ જતાં જીવદયા પ્રેમીઓ જ્યાં વૃક્ષ કપાતા હતા ત્યાં પહોંચીને રોષ સાથે હાયકારો વ્યક્ત કર્યો હતો.
બીજી બાજુ જેતપુર તાલુકાના લાગતાં વળતગતા વન ખાતાને આ બાબતે કોઈ જાણ ન હોય તેમ ઘોરતું રહેતા વૃક્ષો કપાવનર ખેડૂતની મનની મુરાદ પાર પડી ગઈ છે. પણ કહેવાનો સાર એ છે કે વગર મંજૂરી રોડ પરના વૃક્ષો કેમ કાપી શકાય ? ગેરકાયદેસર વૃક્ષ છેદન સબબ હવે વનખાતું કસૂરવાર ખેડૂત સામે કેવા પગલાં ભરશે ? કે ફૂલડીમાં ગોળ ભાંગી લેવાશે ? તે તો સમય જ બતાવશે.
(ફોટો : હરેશ ભાલિયા – જેતપુર )


