Gujarat

જેતપુરપાવીના વેપારી દિવ્યેશ પટેલ રહસ્યમય રીતે ગુમ થતાં ચકચાર!   

બે દિવસથી ગુમ થયેલા દિવ્યેશભાઈની પરિવારજનો, મિત્રમંડળ રાતદિવસ પોલીસની મદદ લઇ શોધખોળ કરી રહયા છે
   જેતપુરપાવીના વેપારી અગ્રણી દિવ્યેશભાઇ પૂનમભાઇ પટેલ દુકાને જવાનું કહી ઘરેથી નીકળ્યા ત્યારથી તા13 માર્ચના રોજથી ગુમ થઇ ગયા છે.પરિવાર જનો વ્યાપક ચિંતામાં પડ્યા છે.તે વચ્ચે દિવ્યેશભાઇના પિતાએ જેતપુરપાવી પોલીસ મથકે ફરિયાદ કરી શોધખોળ આરંભી છે.
   તા.13 માર્ચ 2023 સવારના આશરે આઠેક વાગ્યાની આસપાસ ગમ થનાર દિવ્યેશ પટેલના પિતા પૂનમભાઇએ પોલીસને જણાવ્યું હતું કે, જેતપુરપાવી એ.પી.એમ.સીમાં આવેલ જયશ્રી અંબે ટ્રેડર્શનામની દુકાને ગયેલા હતા અને મારો નાનો પુત્ર દિપકભાઇએ મને આશરે દશેક વાગ્યાની આસપાસ ફોન કરેલો અને મને કહેલ કે પપ્પા તમે દુકાન બંધ કરી ઘરે આવો તેમ કહેલ જેથી હું મારી દુકાન બંધ કરીને ઘરે ગયેલો તે વખતે મારા નાના પુત્ર દિપકે મને જણાવેલ કે પપ્પા દિવ્યેશભાઇ સવારે આશરે આઠેક વાગ્યાની આસપાસ તેમની કાળા કલરની પેશન પ્રો મોટર સાઇકલ જેનો રજી.નં GJ – 34-A 0392 ની લઇને ઘરેથી દુકાને જાઉં છુ , તેમ કહી ઘરેથી નિકળેલ હતા પરંતુ દિવ્યેશભાઇ દુકાને હાજર ન હતા અને ફેઝાનભાઇ સૈયદનાઓને મને ફોન કરીને જણાવેલ કે દિવ્યેશભાઇએ તેમના મો.નં. થી વોટ્સએપ મેસેજ કરીને જણાવેલ કે હું જવું છું.ઘર વાળાઓનું ધ્યાન રાખજે જેથી ફેઝાનભાઇએ તેને ફોન કરીને પુછેલ કે ભાઇ તું ક્યા છે.તો દિવ્યેશભાઇએ ફોન કાપી નાખેલ હતો અને વોટ્સએપ ઉપર લોકેશન મોકલેલ હતુ જેથી ફરિયાદીનો પુત્ર  દિપક્રભાઇ લોકેશન વાળી જગ્યાએ ગયેલા હતા પરંતુ સદર જગ્યાએ દિવ્યેશભાઇ મળી આવેલ ન હતા ત્યારપછી આજુબાજુમાં તથા અમારા સગા સંબંધીઓ ના ઘરે તપાસ કરેલ પરંતુ મારો પુત્ર દિવ્યેશભાઇ મળી આવેલ નથી આ મારો છોકરો દિવ્યેશભાઇ ઘરેથી નીકળી ગયેલ તે વખતે ભુરા કલરની ટી – શર્ટ તથા કમરે કાળા કલરનું પેંટ પહેરેલ છે.અને મારા પુત્ર દિવ્યેશભાઇ નંબરવાળા ચશ્મા પહેરે છે.આ મારો છોકરો આશરે સાડા પાંચેક ફુટ ઉંચાઇની તથા ઘઉં વર્ણના છે.તથા શરીરે મજબુત બાંધાના છે . જે ગુજરાતી, હિન્દી ભાષા જાણે છે.જે મારા છોકરા દિવ્યેશભાઇની ઉંમર આશરે ૪૦ વર્ષની છે.જે હમણા સુધી તપાસ કરતા તેનો કોઇ ભાળ પતો મળેલ નથી તો આ બાબતે જરૂરી તપાસ થવા જેતપુરપાવી પોલીસ સમક્ષ દાદ માંગી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230314-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *