કલાકો સુધી બાળકી અંગે રેલવે અને ચાઇલ્ડલાઈન તંત્ર બાળકી માટે ચિંતાતુર રહ્યા!
જેતપુરપાવી રેલવે સ્ટેશન પર એકલી અટુલી બેઠેલી એક બાળકી જોઈ રેલવે સ્ટેશન માસ્તરે તેની ચિંતા કરતા પરિવારથી વિમુખ થયેલી લાગતી આ બાળકી અંગે છોટાઉદેપુર ચાઇલ્ડલાઈન વિભાગને જાણ કરી ઘટતી કાર્યવાહી કરી હતી.જોકે બાળકીનો પિતા આવી પહોંચતા ગણતરીના કલાકોમાં જ તેણીનું પરિવાર સાથે સુખદ મિલન થયું હતું.
આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, જેતપુરપાવી રેલવે સ્ટેશન પર નાની બાળકી પરિવારથી વિખૂટી પડી ગઇ હોય તેમ હિજરાતી હતી અને ઘબરાયેલી બેસી રહી હતી.બાળકી એકલી જ હતી જેથી સ્ટેશન માસ્તરને તે અંગેની જાણ થતાં છોટાઉદેપુર ચાઇલ્ડલાઈન વિભાગને કોલ કરી માહિતી આપી હતી.
છોટાઉદેપુર ચાઈલ્ડ લાઈન ટીમ તા.20 જાન્યુ.2023ના રોજ બપોરે ૧:૪૩ વાગ્યે રેલવે સ્ટેશન, જેતપુરપાવી પહોંચી હતી.જ્યાં તેઓને એક બાળકી મળી હતી. જેનું નામ ભારતી જણાવ્યું હતું. જેતપુરપાવી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર શાંતિલાલે ચાઈલ્ડ લાઇન ૧૦૯૮ પર ફોન કરી ને માહિતી આપી હતી. આ બાળકીને નામ પૂછતાં એ બાળકીનું નામ ભારતી જણાવેલ છે. ત્યાર બાદ આ બાળકી ની પુછપરછ કરતા આ બાળકી ફાટક પાસે રહુ છું. તેમ જણાવતી સ્પષ્ટ ગામનું નામ,ઘરનો પતો બતાવી શકતી નહતી.ત્યાર બાદ આ બાળકીના પિતા વિઠ્ઠલભાઈ પાવી જેતપુર બજાર માં ભિક્ષા માંગવા ગયા હતા તે આવતા આ બાળકી ને સહી સલામત ચાઇલ્ડ લાઈન દ્વારા તેના પિતા ને સોંપવામાં આવી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


