Gujarat

જેતપુરમાં પંથકમાં પથિક એન્ટ્રીન કરનાર ત્રણ હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો

જાહેરનામાનો ભંગ કરનાર સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી
ગુજરાત એટીએસ તરફથી મળેલી ડ્રાઇવની સૂચના બાદ રાજકોટ રૂરલ એસઓજીની ટીમ પણ એલર્ટ થઈ છે. અત્રે રાજકોટ ગ્રામ્ય પોલીસના વિસ્તારમાં એસઓજીની ટીમે વિશેષ કાર્યવાહી કરી હતી.જેતપુર પંથકની હોટલો, ગેસ્ટ હાઉસમાં ચેકીંગ હાથ ધર્યું હતું.અહીંના ગેસ્ટહાઉસ હોટલ સંચાલકો સરકારના જાહેરનામાના નિયમ અનુસાર કોઈપણ નિયમો પાડવામાં આવતા ન હોય તેમ નિયમોની એસી કઈ તેસી કરી સરકારશ્રીના નિયમો નેવે મૂકી ગેસ્ટ હાઉસ અને હોટલો ચાલતા હોવાનું સામે આવ્યું છે  એસ.ઓ.જી પોલીસ દ્વારા રેડ કરી ત્રણ હોટલ તેમજ ગેસ્ટહાઉસ સંચાલકો સામે આઇ.પી.સી. કલમ 188 તથા જીપીએકટ કલમ 131 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જેતપુર શહેર તાલુકા સહિત વિરપુરમાં અનેક હોટલો તેમજ ગેસ્ટ હાઉસ આવેલા છે જેમાં તમામ ગેસ્ટ હાઉસમાં યાત્રાળુઓ અને સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોઈપણ પ્રકારના નીતિ નિયમો પાડવામાં નથી આવતા તેમજ ગેસ્ટહાઉસ હોટલ સંચાલકોએ પોતાની હોટલમાં રોકાણ કરતા લોકોનું અધિક જિલ્લા મેજી.શ્રીના જાહેરનામા ક્રમાંક નં: જે/એમએજી/ગુ.પો.અ.33(1)ફા.નં.12/2019 અનુસાર પથિક એપ સોફ્ટવેર (પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાવેલર ઍન્ડ હોટલ ઇન્ફોર્મેટિક્સ)ની અંદર નોંધણી કરાવવાની હોય છે અનેક ગેસ્ટહાઉસ તેમજ હોટલમાં સરકારશ્રીના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવે છે,સામાન્ય રીતે કોઈપણ હોટલ કે ગેસ્ટ હાઉસ ની અંદર આવતા વ્યક્તિઓની આઈડી તેમજ તેમની માહિતીઓ મેળવવામાં આવતી હોય છે પરંતુ આ પંથકમાં ગેસ્ટ હાઉસ તેમજ હોટેલમાં આવતા પ્રેમી પંખીડાઓ પાસે કોઈ પણ પ્રકારની આઈડી તેમજ તેમની માહિતીઓ મેળવવામાં આવતી નથી અને અહીં આવતા અન્ય વ્યક્તિઓ માટેની સેફટી માટે અને સુરક્ષા માટેની પણ ફાયર પાર્કિંગ તેમજ નિયત અને નિયમ અનુસાર કોઈ પણ પ્રકારની નિયમોના પાલન પણ કરવામાં આવતું નથી,
એટીએસ તરફથી હોટલોમાં ચેકીંગ કરવા ડ્રાઇવ યોજવામાં આવી છે. ત્યારે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ એલર્ટ છે. શનિવારે એસઓજી ટીમો દ્વારા હોટલોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયુ હતું.
જેમાં જેતપુર – ધોરાજી રોડ પર આવેલા એકવાટિક હોટલ રેસ્ટોરેન્ટ એન્ડ વોટર પાર્કના સંચાલક દ્વારા પથિક એપમાં રજિસ્ટ્રેશન જાળવવામાં ન આવ્યું હોય. આ હોટલના માલિક આશિષભાઈ લાલજીભાઈ ઘેલાણી (ઉ.વ.31, રહે.હિરપરા વાડી, ધોરાજી) સામે જેતપુર તાલુકા પોલીસ મથકમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો હતો. એવી જ રીતે વીરપુરમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલા નમ્રતા ગેસ્ટ હાઉસના મેનેજર ગૌતમભાઈ જયંતિભાઈ ચાવડા (ઉ.વ.23, રહે. ધર્મશાળા સામે, વીરપુર) અને હાર્મોની ગેસ્ટ હાઉસના માલિક રેનીશભાઈ વિનોદભાઈ ડોબરીયા (પટેલ) (ઉ.વ.36, રહે. ભાડ વાળી પ્લોટ, કાવેરી હોટલ પાછળ, વીરપુર) વિરુદ્ધ પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા એક પથિક એપ નામનો સોફ્ટવેર બનાવાયો છે. જેમાં હોટલ-ગેસ્ટ હાઉસના સંચાલકોએ ફરજિયાત અહીં રોકાણ કરતા મુસાફરોની એન્ટ્રી કરવાની હોય છે. આ અંગે રાજકોટના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હોય છે. જે હોટલ સંચાલકો આ પથિક એપમાં એન્ટ્રી રજિસ્ટ્રેશન નથી જાળવતા તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવે છે.
જ્યારે યાત્રાધામ વિરપુરમાં આવેલા ગેસ્ટહાઉસો તેમજ હોટલોની અંદર અને સાથે સાથે હાઇવે પર આસપાસના વીરપુર વિસ્તારના ગેસ્ટ હાઉસ અને હોટલો ની અંદર ઉચ્ચ અધિકારીઓ અને તટસ્થ ટીમ દ્વારા નિયત અને નિયમ કરેલા કાયદાઓ મુજબ જો ખરેખર તટસ્થ અને યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો ગોરખધંધા પણ ખુલી શકે એમ છે તેમજ હોટલોમાં કુટણખાના જેવી અનલીગલ કામગીરીઓ પણ બહાર આવી શકે છે ત્યારે સ્થાનિકો તેમજ અહીં આવતા યાત્રાળુઓએ આ બાબતે તટસ્થ તપાસ થાય તો કેટલાયના કાળા કારસ્તાન ચોક્કસપણે ખુલ્લા પડે તેવી માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *