Gujarat

જેતપુરમાં વિદ્યાર્થીનીની છેડતી કરવાના કેસમાં સ્કૂલ સંચાલકનો નિર્દોષ છુટકારો

જેતપુરમાં વિદ્યાર્થીનીની છેડતી કરવાના કેસમાં સ્કૂલ સંચાલકનો નિર્દોષ છુટકારો થવા પામેલ છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે જેતપુરમાં આવેલ એક પ્રતિષ્ઠિત સ્કુલના સંચાલક સામે સ્કુલની વિદ્યાર્થીનીએ (સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ નામ જણાવેલ નથી) પોતાને બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ માર્કસ અપાવી દેવાની લાલચ આપી સ્કુલ સંચાલકે તેણીને પોતાની ચેમ્બરમાં અવારનવાર બોલાવી બિભત્સ માંગણી કરી છેડતી કરેલ હોવાનું જણાવી સ્કુલ સંચાલક સામે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી ઉપરોકત ફરિયાદ દાખલ થતા જેતપુરમાં સનસનાટી મચી ગયેલી અને ખુબ જ ચર્ચાસ્પદ કેસ બની ગયેલો હતો. ઉપરોકત કેસમાં ફરીયાદ દાખલ થયા બાદ પોલીસે આરોપી સંચાલકને ધરપકડ કરેલી અને જેલ હવાલે કરી દીધેલ.
વિદ્યાર્થીની સગીર હોય તેથી આરોપી સામે ખુબ જ ગંભીર પોકસો અને છેડતીની કલમો પણ લગાવવામાં આવેલી ઉપરોકત કેસ જેતપુર સેસન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે રોકાયેલા જેતપુરના મહિલા ધારાશાસ્ત્રી કુ.પારૂલ જી. સિંઘવડની રજુઆતો ધ્યાને દલીલો સાંભળી જેતપુર સેસન્સ કોર્ટે સ્કુલ સંચાલકને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *