Gujarat

જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી જેટકોના કર્મચારીએ ગળેફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી

પેટા

રૂ. 2.50 લાખના 5 વર્ષમાં રૂ.25 લાખ ચૂકવી દીધા છતાં સોનલ પરમાર, રાજૂ પરમાર અને શાંતિલાલ એમ ત્રણેય વ્યાજખોરો મૃતકને અનહદ ત્રાસ આપતા હતા

સમય મિરર, જેતપુર

જેતપુર શહેરમાં વધુ એક યુવાનને વ્યાજંકવાદીઓ ભરખી ગયા છે. રૂ. અઢીથી 5 લાખ વ્યાજે લીધા બાદ રૂ.25 લાખ ચૂકવી દીધા હોવા છતાં રાક્ષસી વ્યાજ વસુલતા વ્યાજખોરોએ ત્રાસ આપવાનું ચાલુ કરી દેતા જેટકોના વાયરમેન એવા અપરણિત યુવાને આખરે પોતાની જીવાદોરી ટૂંકાવવાનો અત્યંત કઠોર માર્ગ એવો ગળેફાંસોને વહાલો કરી જીવ દઈ દેતા સમસ્ત શહેરમાં અરેરાટી સાથે શોક જનમ્યો છે.

પરિવાર જનો કહે છે કે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી એક મહિલા સહિત ત્રણ વ્યાજખોરો રિતસરના યુવાનની પાછળ પડી ત્રાસ આપતા યુવાનને અસહ્ય જણાયો હતો અને મોતનો મારગ અપનાવી લીધો હતો. મૃતકના આત્મહત્યાના નિર્ણય સ્થળેથી મળે સ્યુસાઇડ નોટના આધારે જેતપુર પોલીસ વ્યાજખોરો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જેતપુરમાં રહેતાં અને વાંકાનેર નજીકના સરતાનપુર ગામે જેટકોના વાયરમેન તરીકે નોકરી કરતાં હર્ષદભાઈ વણઝારા નામના 38 વર્ષીય  અપરણિત યુવાને ગઈકાલે મોડીરાત્રે પોતાના ઘરે રૂમમાં હુંક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા બનાવવાળા વિસ્તારમાં શોક સાથે અરેરાટી વ્યાપી છે.

પરિવારજનોને હર્ષદભાઈના પગલાંની જાણ થતાં સૌ આભા બની ગયા હતા. દરમિયાન જાણ પરથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ હર્ષદભાઈના મૃતદેહને પીએમ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. બીજી બાજુ આ યુવાને જે સ્થળે પગલું ભર્યું ત્યાંથી એક સ્યુસાઇડ નોટ મળતા પોલીસ કબજે લઈને મૃતકે વ્યાજખોરો સામે વ્યક્ત કરેલ વસવસાને પૂરતો ન્યાય મળે તે માટે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.

હર્ષદ વણજારાએ  આજથી ચાર – પાંચ વર્ષ પહેલા સોનલ રાજુ પરમાર, રાજુ હરિ પરમાર અને રાજુના બનેવી  શાંતિલાલ પાસેથી અઢી લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં. જે પેટે અત્યાર સુધીમાં 25 લાખ રૂપિયા ચુકવી દીધા હોવા છતાં ત્રણેય વ્યાજખોરો પૈસાની પઠાણી ઉઘરાણી કરી ધમકી અને ત્રાસ આપતાં હોય જેનાથી કંટાળી જઈ આ પગલું ભર્યુ હોવાનું મૃતકે સ્યુસાઇડનોટમાં લખ્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *