જેતપુર શહેર સાડી ઉદ્યોગ માટે જાણીતું છે તેમ ક્રાઇમ માટે પણ કુખ્યાત છે.જેતપુરમાં ધોળે દહાડે ચોરી થતી હોય છે તેવીજ ઘટના એક નવાગઢ વિસ્તારમાં આવેલ સાડીના કારખાનામાં ચોરી કરતો એક શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.આ મામલે જેતપુર સિટી પોલીસે CCTV નાં આધારે તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલ માધવ પ્રિન્ટ નામના કારખાનામાં મજૂરી કામ માટે પૂછતાસ કરવા આવેલ શખ્સએ કારખાનામાં આવેલ અદર નાં રૂમમાં નજર ચૂકવી ચોરી કરતો હોવાનું CCTV કેમેરામાં કેદ થયો હતો.
આ અંગે માધવ પ્રિન્ટ નામના કારખાનામાં ડાયરનું કામ કરતા દીપકભાઈ સંઘાણીનાં જણાવ્યા અનુસાર આ શખ્સ કારખાના માં કામ માટે પૂછતાસ કરવા આવેલ હોઈ જ્યારે આ શખ્સ નજર ચૂકવી 1 મોબાઈલ તેમજ 11,000 રોકડ રકમ ચોરી કરી ગયાનું જણાવ્યું હતું ઉપરાંત આ શખ્સ નવાગઢ વિસ્તારમાં રહેતો હોય જેથી ફરિયાદીએ જેતપુર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવની તજવીજ હાથ ધરી હતી આ અંગે જેતપુર પોલીસે CCTV નાં આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.