Gujarat

જેતપુરમાં 16 વર્ષની સગીરાનું અપહરણ રાજગોહેલ નામનો શખ્સ ભગાડી ગયાની ફરિયાદ

જેતપુરમાં 16 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરાયું હતું. આ અંગે જેતપુર સિટી પોલીસ મથકે રાજ ગોહેલ નામના યુવાન સામે ગુનો દાખલ થયો છે.
આ અંગે મળતી વિગત મુજબ જેતપુરમાં રહેતી 16 વર્ષની એક સગીરાના વાલીએ જેતપુર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેની 16 વર્ષ 7 મહિલાની ઉમરની દિકરીને આરોપી તેના કાયદેસરના વાલી પણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો પ્રથમ સગીરા ગુમ થઈ ત્યારે અડોશ-પડોશમાં તપાસ કરતા સગીરા કયાંય મળી આવી ન હોતી. સગા-સંબંધીને ત્યાં પણ તપાસ કરી હતી. અંતે પોલીસને જાણ કરાઈ હતી.તપાસ કરતાં જેતપુરમાં જ રહેતો રાજ ધીરૂભાઈ ગોહેલે આ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. અને લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી 363,366 અને પોકસો મુજબ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *