જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામમાં રહેતા મહિલાએ તેણીના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ક્યાં કારણોસર ઝેરી દવા ગટગટાવી તે કારણ અકબંધ જેતપુર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી.
બનાવની વિગત મુજબ જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામે રહેતા વિજયાબેન ઉકાભાઇ મકવાણા ઉ.વ.40 નામની મહિલાએ ગઈ કાલ રાત્રિના સમયે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત નો પ્રયાસ કરતા 108 મારફતે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીનું મોત નીપજ્યાનું ફરજ પરના ડોક્ટરે જાહેર કરવામાં આવ્યું હતું. મૃતકના પરિવારજનો એ તાલુકા પોલીસને જાણ કરતા મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
( ફોટો હરેશ ભાલીયા )


