ગામમાં છેલ્લા 10 દિવસથી પાણી નહિ આવતા ગામના લોકોને પાણી પૂરું પાડવા માટે જાતે બહાર નીકળીને કામે લાગ્યા
જેતપુર તાલુકાના મંડલિકપુર ગામમાં છેલ્લા 10 દિવસથી પીવાં માટેનું પાણી મળેલ નાં હોઈ જેથી મહિલાઓ જે ઢોલ નગારા સાથે માથા ઉપર બેડા લઈને વિરોધ નોંધાવ્યો હતો
મંડલીકપુર ગામની મહિલાઓની પાણી માટેની પુકારનું સરઘસ એટલા માટે કાઢવું પડ્યું કે આવા ભર ઉનાળે અને ધોમધગતાં તાપમાંઆ ગામમાં છેલ્લા 10 દિવસથી પાણી મળ્યું નથી જેને લઈને ગામ પાણી વિહોણું બન્યું હતું અને ઘરે ઘરે પાણી માટે લોકો વલખા મારી રહ્યાં હતાં..
ગામના લોકો પાણી માટે ગ્રામપંચાયતમાં અવારનવાર રજૂઆત કરી પરંતુ ગ્રામપંચાયત દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાંના આવી અને ગામ પાણી વગર તરસે તડપતું રહ્યું, અને લોકોને મોટી મુશ્કેલી વેઢવી પડી જ્યારે પાણી ભરવા લોકોને માટે ખેતર તેમજ દૂર દૂર સુધી જવું પડ્યું રહ્યું હતું. ત્યારે પાણીની મુશ્કેલી ને લઈને ગામ લોકો દ્વારા ગ્રામપંચાયતના સભ્યોને અને તંત્રને જગાડવા માટે ગામની મહિલાઓએ ભેગી થઇને ગામમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ ઢોલ નગારા સાથે રોડ ઉપર ઉતરેલ મહિલાઓલએ પાણીની સમસ્યા માટે ગ્રામપંચાયતના સભ્યો અને સરપંચ વચ્ચે ચાલતા વિવાદોને ઝગડાને જવાબદાર ઠેરવ્યા હતા અને ગ્રામપંચાયતના ઝગડાને લઈને પાણી સપ્લાય માટે કામ કરતા પાણીના વાલ્વમેનને રજા ઉપર ઉતારી દેવામાં આવ્યો હોઈ જેના કારણે ગામ આખું પાણી વગર તરસે રહેતું હોવાના ગામ આક્ષેપો કરવામાં આવ્યા.
મંડલીકપુર ગામમાં છેલ્લા 10 દિવસથી પાણી વિહોણું હોઈ મહિલાઓ પાણીમાં રોડ ઉપર ઉતરતા ગામમાં પાણી સપ્લાય કરવા માટે પાણીના વાલ્વમેન રજા ઉપર હોઈ.જેની જાણ સસ્પેન્ડ મહિલા સરપંચને થતા તેવો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ સસ્પેન્ડ મહિલા સરપંચ પોતે પાણી સપ્લાય કરતા વાલ્વમેન બની અને ગામના દરેક વિસ્તારમાં પાણી પૂરું પાડવાનું કામ કરીને ગામ લોકોને પાણી પૂરું પડ્યું હતું
ગ્રામપંચાયતમાં સ્થાનિક વિવાદો અને જૂથવાદ ને લઈને ગામને પાણી વગરનું રાખનાર ગ્રામપંચાયતના સભ્યો ઉપર કાયદેસરના પગલાં લેવા જોઈ સાથે સસ્પેન્ડ સરપંચ કે જેવો એ પોતાની નૈતિક જવાદારી સાથે ગામને પાણી પૂરું પાડવા જે કામગીરી કરી તે ખરેખર પ્રશંસાને પાત્ર કામગીરી બજવી છે.