જેતપુર તાલુકામાં હિન્દૂ તરુણી ઉપર અમરેલીના વિધર્મી યુવક દ્વારા થયેલ દુષ્કર્મની ફરિયાદના પડઘા જેતપુરમાં પડ્યા છે…અમરેલીના વિધર્મી યુવક અને હિન્દૂ તરુણી એક વર્ષ પહેલાં બંને સોસીયલ મીડિયા મારફતે કોન્ટેક્ટમાં આવ્યા હતા,ત્યાર બાદ વિધર્મી યુવક તરુણીને લાલચાવીને હોટલમાં લઇ જઇને ત્રણ વખત દુષ્કર્મ કર્યું હોવાની જેતપુર તાલુકા પોલીસે માં ફરિયાદ નોંધાઇ હતી.
તરુણીની માતાની ફરિયાદ બાદ પોલીસે અમરેલીના વિધર્મી યુવક સાહિલ પરમાર અને તેનો મિત્ર અમીર ચૌહાણની ધરપકડ કરી હતી, અને કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટે બંનેને જેલ હવાલે કર્યા છે.
બીજીબાજુ આજે જેતપુરમાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દૂ ધર્મ સભા દ્વારા આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. આ ઘટનાને લઈને જેતપુર મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં આ વિધર્મી યુવક સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને પીડિત તરુણીને ન્યાય આપવામાં આવે તેવી માંગ ઉપરાંત આ કેસમાં સરકારી વકીલની નિમણૂક કરવામાં આવે તેવી પણ બુલંદ માંગ કરાઇ છે.