જેતપુર કોર્ટમાં અત્યારે પાંચેને રિમાન્ડ માટે રજૂ કરાયા : તપાસનો ધમધમાટ શરૂ કરતાં જેતપુર તાલુકા પીએસઆઈ અજીતસિંહ એન. ગાંગડા: સ્ટાફના રાઇટર રાજુભાઇ જોશી અને સુનિલભાઈ મકવાણાનો સહયોગ
ગઇ તા.૨૯/૦૩/૨૦૨૩ ના સાંજના આશરે આશરે સવા છએક વાગ્યે જેતપુર જુનાગઢ હાઇ-વે ઉપર જેતલસર જંકશન પાસેથી વિશાલભાઇ કડવાભાઇ સાવલીયા રહે. જુનાગઢ વાળાને અજાણ્યા પાંચ ઇસમો સફેદ કલરની આઇ.૨૦ કારમાં આવી રસ્તામાં રોકી આઇ-૨૦ કારમાં બેસાડી માર મારી મોબાઇલ ફોન એપલ કંપનીનો આઇફોન ૧૪ તથા ગળામાં પહેરવાનો સોનાનો ચેઇન તથા રોકડા રૂપિયા ૫૦૦/ મળી કુલ રૂ. ૯૨,૫૦૦ ની લૂંટ ચલાવી અને નાશી ગયેલ હોય જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. દરમિયાન રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા આ ગુનાની તપાસ રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી. અને
દરમિયાન એલસીબી આરઆરના પો.ઈન્સ.શ્રી. વી. વી. ઓડેદરાની રાહબરી હેઠળ પો.સબ.ઇન્સ.શ્રી ડી.જી.બડવા તથા પો.સબ ઇન્સ.શ્રી એચ.સી.ગોહીલનાઓ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન સંયુકત રીતે ખાનગી હકિકત મળેલ કે, આ ગુન્હામાં વપરાયેલ કાર. સફેદ કલરની આઇ-૨૦ કાળા સેડ વાળી જુનાગઢથી વડીયાથી અમરનગર થઇ સુરત તરફ જવાની હોવાની ચોકકસ અને ભરોષાપાત્ર હકીકત મળતા એલ.સી.બી. ટીમ સાથે અમરનગર ગામે વડીયા તરફ જવાના રસ્તે વોચ ગોઠવી હતી.
તે દરમયાન હકીકત વાળી કાર આવતા તે કાર કોર્ડન કરી રોકી તેમાંથી કુલ પાંચ ઇસમોને લૂટમાં ગયેલ મોબાઇલ આઇફોન -૧૪ તથા સોનાના ચેઇન મળી આવતા તે ચેઇન તથા મોબાઇલ બાબતે પુછતા આ ચેઇન તથા મોબાઇલ ગઇ તા.૨૯/૦૩/૨૦૨૩ ના રોજ આશરે સવા છએક વાગ્યે જેતપુર જુનાગઢ હાઇ-વે જેતલસર પાસેથી ફરીયાદી વિશાલભાઇ કડવાભાઇ સાવલીયાને રોકી તેને કારમાં બળજબરીથી બેસાડી તેના પાસેથી લૂંટ ચલાવી લીધેલ હોય જેવી કબુલાત આપેલ હોય તેમજ તેના પાસેથી મળી આવેલ કાર આઇ-૨૦ પણ આજ ગુન્હામાં વપરાયેલ કાર હોવાનું જણાવતા આ લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
જો કે આગળની કાર્યવાહી માટ એલસીબી પોલીસ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા જેતપુર તાલુકા પોલીસના પીએસઆઈ એ. એન. ગાંગડા, રાઇટર રાજુભાઇ જોશી. સ્ટાફના સુનિલ મકવાણા સહિતના સ્ટાફે આજે કિશન ભરત દુધાત્રા રહે જુનાગઢ, મિત રતી ઝાલાવાડીયા રહે. સુરત, દીપક રણછોડ ભડીયાડ્રા રહે. સુરત, મુળ વેળાવદર તા. વલભીપુર જી.ભાવનગર (૪) નિકિત રાકેશ માલવીયા રહે. સુરત, મુળ રહે. બગસરા અને ધ્રુવ કિરણ રાબડીયા રહે, સુરત એમ પાંચેયને સ્થાનિક કોર્ટમાં 3 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતાં જેતપુરની કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પોલીસ જણાવ્યું હતું.
બોકસ :
પોલીસ કબજે કરેલ મુદ્દામાલ
લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલના સ્ટાફે ઉપરોકત આરોપીઓને ઝડપી લીધા ત્યારે ટોળકી પાસેથી
સોનાનો ચેઇન પાટળી પટ્ટી ડીઝાઇન વાળો(રોઝ ) કલરની ફી,રૂ. ૨૨,૦૦૦/, લૂટમાં ગયેલ આઇફોન -૧૪ મોબાઇલ કોન કી.રૂ. ૭૦,૦૦૦/, રોકડા રૂપિયા ૩૬૦/ અન્ય મોબાઇલ ફોન -૬ કી.રૂ. ૧,૩૨,૦૦૦/ આઇ.૨૦ કાર કી.રૂ. ૫૦૦૦૦૦/
મળી કુલ મુદામાલ રૂપિયા ૭,૨૪,૩૬૦નો કબજે કર્યો હતો.
( ફોટો હરેશ ભાલીયા )