વેરાવળ શહેર ના મશહૂર અને સેવાભાવી તબીબ ડો.અતુલ ચગ ના આપઘાત થી સમગ્ર લોહાણા સમાજ શોકમગ્ન હોઈ,આ નિર્દોષ તબીબ ના મૃત્યુ પાછળ નું સત્ય એમની સ્યુસાઇડ નોટ આધારે પોલીસે તટસ્થ રાહે કામગીરી કરી આ કિસ્સામાં જે કોઈ ચમરબંધી કસુરવાન હોઈ એમની સામે વહેલીતકે ન્યાયિક તપાસ કરી,કાયદાકીય કાર્યવાહી કરી દોષિત ને યોગ્ય સજા મળે કે જેથી આવી દુઃખદ ઘટના નું પુનરાવર્તન ના થાય.આજરોજ સાંજે પાંચ વાગ્યે જેતપુર શહેર ની વિવિધ સમિતિ શ્રી લોહાણા મહાજન,રઘુવીર સેના,લોહાણા શરાફી મંડળી,વિરદાદા જશરાજ સેવા સમિતિ ના હોદેદારશ્રીઓ તથા અન્ય રઘુવંશી આગેવાનો એ તાલુકા સેવા સદન જેતપુર સ્થળ પર એકત્રિત થઈ સમૂહમાં શ્રી મામલતદાર સાહેબને આ ડો.અતુલ ચગ ના આપઘાત પાછળ પૂર્ણ તપાસ થાય અને સદગત ના પરિવારને ન્યાય મળે એ માટે ઉચ્ચ કક્ષાએ રઘુવંશી સમાજ ની માગણી અને લાગણી અંગે રજૂઆત કરવા લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું.


