મારામારીના સી.સી.ટી.વી. ફુટેજ વાઇરલ
રાજકોટ એસ.ટી. ડિવિઝનની દીવ રૂટની એસટી બસના ડ્રાઈવર-કંડક્ટર અને જેતપુરના જેતલસર નજીક આવેલ સોરઠ હોટેલના કર્મચારીઓ વચ્ચે પૈસાની બાબતે મારામારી થયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મારામારી મામલે તાલુકા પોલીસ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ-દીવ રૂટની એસટી બસના ડ્રાઈવર દ્વારા જેતપુરના જેતલસર નજીક આવેલી સોરઠ હોટલ ખાતે ચા-નાસ્તા તેમજ જમવા માટે હોલ્ટ કરવામાં આવ્યો હતો. જો કે રાજકોટ એસટીના ટેન્ડરની જોગવાઈ મુજબ, હોટલ સંચાલકોએ 240 રૂપિયા એસટીને ચૂકવવાના હોય છે. જે પૈસા લેવા માટે કંડક્ટર ગયા, ત્યારે હોટલના કર્મચારીઓ સાથે માથાકૂટ થઈ હતી.જે પછી હોટલ સંચાલક અને હોટલ કર્મચારીઓએ ડ્રાઇવર કંડકટરને મારમાર્યો હતો સામે તરફેથી પણ મારામારી થઇ હતી એસટી બસના ડ્રાઇવરે પોલીસને જાણ કરી હતી.
તે પછી ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે જુનાગઢની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા જ જેતપુર તાલુકા પોલીસનો સ્ટાફ ઇજાગ્રસ્તોના નિવેદન લેવા જુનાગઢ હોસ્પિટલે પહોેંચ્યો હતો.


