જોડિયાધામ રામવાડી મુકામે આજ રોજ કથાની પૂર્ણાંહુતી દરમ્યાન ચાલુ કથા માં અલગ અલગ ધાર્મિક પ્રસંગો આવે છે.રામ જન્મોત્સવ.. કૃષ્ણ જન્મ ઉસત્વ…ગોવર્ધનલીલા અને કૃષ્ણ. રૂક્ષમણી વિવાહ સુદામા ચરિત્ર અને છેલ્લા દિવસે શાન્તિયજ્ઞ(હોમહવન) ની ભવ્ય બેન્ડ બાજા સાથે વાજતેગાજતે કથા મંડપ સુધી ઉજવણી કરવામાં આવી હતી. શ્રી મદ ભાગવત કથા નું જોડિયાધામ રામવાડી ખાતે શ્રી મદ ભાગવત સપ્તાહ ના યજમાન જ્યોતિસ્વરૂપ બાબા હનુમાનજી.
જોડિયા રામ વાડી ખાતે શ્રી મદ ભાગવત સપ્તાહ શ્રી ભોલેબાબા ની ધાર્મિક જગ્યાએ શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સમસ્ત જોડિયા અને આસપાસના સર્વે ગામના હિન્દુ સમાજના પિતૃ મોક્ષ અર્થે શ્રી મદ ભાગવત કથા ના ચોથા દિવસે શ્રી કૃષ્ણ ભગવાન ના જન્મ ઉસત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. “”””નદ ઘેર આનદ ભર્યો
જય કનેયા લાલકી.હાથી ઘોડા પાલખી જય કનેયા લાલકી.ના નારા સાથે કથા મંડપ ગૂંજી ઊઠ્યું હતું. “””અને મહિલાઓ દ્વારા રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી. શ્રી કથા સ્થળ ઉદાસીન સતકુટિર..જોડિયા વ્યાસ પીઠ ઉપર બિરાજમાન વક્તા શ્રી અનિલપ્રસાદ રાવલ (મોરબી) દ્વારા જામનગર જિલ્લા પચાયત ના પ્રમુખ ધરમસીભાઈ ચનીયારાનું અને જોડિયા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી કુ.માધુરીબેન પટેલ નું શાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવ્યા હતા..અને તાલુકા પંચાયત કચેરી ના તમામ સ્ટાફ પણ સાથે હાજર રહ્યા હતા.અને જોડિયા ગામના સમસ્ત બ્રાહ્નણ સમાજ દ્વારા અને*શ્રી ઉદાસીન આશ્રમ, રામવાડી, જોડીયાધામ ખાતે સમસ્ત જોડીયા ગામ દ્રારા આયોજીત શ્રીમદ ભાગવત કથામાં આજે શ્રી રામ તથા શ્રી કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે જોડીયા ના જાણીતા વકીલ તથા જોડીયા બાર એસોસીએસન ના સેક્રેટરી શ્રી અભિષેકભાઇ માંકડ પોતાના પરીવાર સાથે હાજર રહેલ તથા વ્યાસપીઠ ને વંદન કરી શાસ્ત્રીજી પૂ.અનિલભાઇ રાવલ ને વંદન કરેલ કથાકાર અનિલપ્રસાદ રાવલ નું શાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવેલ.. જોડિયા ગામના અને હડિયાણા ના પત્રકારો મિત્રોનું કથાકાર અનિલપ્રસાદ રાવલ અને આયોજક દ્વારા ફુલહાર અને શાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવેલ છે… હિતેશભાઈ રાચ્છ(અકિલા રાજકોટ).. નિતેશભાઈ રાચ્છ (જોડિયા).. પરેશભાઈ અડડકટ(જોડિયા).અને હડિયાણા ગામના શરદ એમ.રાવલ. દ્વારા કથા નું સમય સમયે હાઈ લાઈટ કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી.અને છેલ્લા દિવસે બપોર ના સમયે આયોજક દ્વારા જોડિયા ગામના રામાનદી સાધુ..અતિસાધુ..બ્રાહ્મણો બ્રહ્ન ચોર્યાસીનું સમૂહ ભોજન માં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.અને સાત દિવસ ની કથા દરમ્યાન રોજબરોજના સવાર થી સાંજ સુધી ના ચા.. નાસ્તો.. બપોર અને સાંજ નું ભોજનની વ્યવસ્થામાં રોકાયેલા ફ્રી સેવા કરનાર લોકોનું આયોજક પરિવાર અને કથાકાર બન્ને દ્વારા તમામ પ્રકારની સેવાઓ આપનાર લોકો નું પણ શાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવેલ છે…………..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા………..


