Gujarat

ઝાંઝરડા -૧  આંગણવાડીમાં 30 સગર્ભા -ધાત્રી માતાઓ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ લે છે

આ  આંગણવાડી કેન્દ્રના કાર્યકર વર્ષાબેન મહેતાએ જણાવ્યું હતું કે, ઝાંઝરડા -૧  આંગણવાડી કેન્દ્ર હેઠળ કુલ ૩૦ લાભાર્થી આ યોજનાનો લાભ લે છે. જેમાં પાંચ સર્ગભા અને ૨૫ ધાત્રી માતાઓને નિમિત પોષણ કીટ આપવામાં આવે છે. આ સાથે જ તેમને આ કીટના ફાયદા વિશે પણ જણાવવામાં આવે છે.

જૂનાગઢ મહાનગરપાલિકા અંતર્ગત ટીંબાવાડી સેજાની ઝાંઝરડા -૧ આંગણવાડી કેન્દ્રમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થી અવનીબેન હિંગળાજીયાએ કહે છે, રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ મળતી આ સહાયથી પ્રોટીન અને અન્ય જરૂરી પોષણ તત્વો મળી રહે છે. આ યોજના માટે અમે રાજ્ય સરકારના આભારી છીએ.

જ્યારે બીજા લાભાર્થી બહેન મનિષાબેન પટોળીયા કહે છે, અમને અમારા આંગણવાડી કેન્દ્રના વર્કર બહેન આ પોષણ કીટનો નિયમિત લાભ લેવા અને તેના ફાયદા વિશે સમજાવે છે.

 અન્ય એક લાભાર્થી સીમાબેન કણસાગરાએ જણાવ્યું હતું કે, આ પોષણ કીટની સહાયથી દરરોજ જમવામાં પૌષ્ટિક દાળ, વઘારેલા ચણા, પુરણપોળી બનાવું છું. જેનાથી મારા પોષણના સ્તરમાં વધારો થઈ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારને ૧૦૦ દિવસ પૂર્ણ થતા વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી પહોંચ્યા છે. આ અંગે લાભાર્થીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *