Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ ACBના સંકજામાં,

છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ મથકમાં આજે એ.સી.બી. ત્રાટકી હતી અને હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો છે. બનાવની વિગત એવી છે કે ઝોઝ પોલીસ મથકમાં 325, 504, 506(2), તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ નોંધાયેલ ગુનાના આરોપીને જામીન પર મુક્ત કરવા માટે હેડ કોન્સ્ટેબલ પરબસિંગ નારસિંહ રાઠવાએ રૂ.10 હજારની લાંચ માંગી હતી. આરોપી લાંચ આપવા માંગતા ન હતા, જેથી તેઓએ એન્ટી કરપ્શન વિભાગને ફરિયાદ કરતા વડોદરા એ.સી.બી. એ આજરોજ છટકું ગોઠવ્યું હતું. છઠ્ઠા મુજબ હેડ કોન્સ્ટેબલ પોલીસ મથકમાં રૂ.10 હજારની લાંચ લેતા એ.સી.બી. ના હાથે રંગેહાથે ઝડપાઈ ગયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20230326_160048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *