Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની કિં.રૂ.૫૧,૦૯૬/- તથા ડીલક્ષ મોટર સાયકલ જેની કિં.રૂ.૩૦,૦૦૦/- તથા વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફ્રોન જેની કિં. ૪૦૦૦/- મળી કુલ કિં ૮૫,૦૯૬- નો ગેરકાયદેશર મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો.  

ધમેન્દ્ર શર્મા,પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારઓને પ્રોહીની પ્રવૃતિ/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આધારે  કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ પી.એચ.વસાવા પોલીસ ઈન્સ્પેકેટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહીડ્રાઇવ અનુસંધાને ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મેળવી બાતમી હકિકતના આધારે ધોળીસામેલ ગામે બસ સ્ટેન્ડથી થોડે દુર કુંડલ જવાના રોડ ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂના બીયર તથા પ્લાસ્ટીકના કવાટરીયાના પુઠ્ઠાના બોક્સ નંગ-૧૪ જેમા કુલ બોટલ નંગ-૨૬૪ ની કુલ કિં.રૂ.૫૧,૦૯૬/- તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ હીરો કંપનીની ડીલક્ષ મોટર સાયકલ રજી.નંબર- GJ-17-AR-6511 નો છે તેની કિં.રૂ. ૩૦,૦૦૦/- તથા વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૧ જેની કિં.રૂ.૪૦૦૦/- મળી કુલ કિંમત રૂપીયા;- ૮૫,૦૯૬/-ના ગેરકાયદેશરના મુદ્દામાલને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230316_132205.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *